નગ્ન અવસ્થામાં જ ત્યાંથી ભાગી નીકળ્યો
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ગુણા જિલ્લા હૉસ્પિટલના શબઘરમાં એક સમયે અફરાતરફી મચી ગઈ હતી. શબને જ્યારે પોસ્ટમૉર્ટમ ટેબલ પર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે જ તેનામાં જીવ આવી ગયો. આમતેમ જોઈને તેને સમજાઈ ગયું કે તેની ચીરફાડ થવાની છે એટલે તે નગ્ન અવસ્થામાં જ ત્યાંથી ઊભો થઈને ભાગી ગયો હતો. એ જોઈને પહેલાં તો ડૉક્ટરો પણ ડરી ગયા હતા.
૨૦ વર્ષના યુવકે ઝેર પી લીધું હોવાથી બેહોશ હાલતમાં પરિવારજનો તેને હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા. જોકે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આટલી નાની ઉંમરે કઈ રીતે તેનું મૃત્યુ થયું એ જાણવા માટે શબનું પોસ્ટમૉર્ટમ કરવાનું હતું. એ માટે શબને પહેલાં શબઘરમાં મૂકવામાં આવ્યું. જોકે શબઘરમાં નગ્ન શરીરે હાડ થિજાવી દે એવી ઠંડીમાં યુવક થથરી ગયો અને તેના શરીરમાં હલચલ થવા લાગી. પોસ્ટમૉર્ટમ માટે તેનું સ્ટ્રેચર બહાર લવાઈ રહ્યું હતું ત્યારે જ તેને પૂરું ભાન આવી જતાં તે જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યો હતો. જોકે લોકો શબ જાગી ગયું છે એવું સમજતાં ડરથી આમતેમ ભાગમભાગ કરવા લાગ્યા હતા.
