Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીની રેસ્ટોરાંએ લૉન્ચ કરી ધુરંધર 2 વેજ થાલી, ૧૧૯૯ રૂપિયામાં ૩૫થી વધુ વાનગીઓ સર્વ થાય છે

દિલ્હીની રેસ્ટોરાંએ લૉન્ચ કરી ધુરંધર 2 વેજ થાલી, ૧૧૯૯ રૂપિયામાં ૩૫થી વધુ વાનગીઓ સર્વ થાય છે

Published : 29 March, 2026 02:58 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં અંગીઠી તડકા નામની એક રેસ્ટોરાંએ સ્પેશ્યલ ‘ધુરંધર 2’ વેજ થાલી લૉન્ચ કરી છે. એમાં ૩૫થી વધુ વાનગીઓ પીરસવામાં આવે છે.

ધુરંધર 2 વેજ થાલી

અજબ ગજબ

ધુરંધર 2 વેજ થાલી


દિલ્હીમાં અંગીઠી તડકા નામની એક રેસ્ટોરાંએ સ્પેશ્યલ ‘ધુરંધર 2’ વેજ થાલી લૉન્ચ કરી છે. એમાં ૩૫થી વધુ વાનગીઓ પીરસવામાં આવે છે. એની કિંમત ૧૧૯૯ રૂપિયા છે. આ એક થાળી છે પણ એકસાથે ત્રણથી ૪ જણ ખાઈ શકે છે. આ થાળીમાં વરાઇટી અને પ્રેઝન્ટેશન પણ અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. રેસ્ટોરાંના પંજાબી માલિક આ થાળીમાં કઈ ચીજો અને કેટલા પ્રકારની વાનગીઓ છે એ સમજાવતા હોય એવી વિડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. એમાં મુખ્યત્વે ૩ સેક્શન છે. આ થાળીમાં ઇન્ડિયન અને પંજાબી, ઇન્ડો-ચાઇનીઝ અને તંદૂરી એમ ૩ સેક્શન છે. જાયન્ટ થાળીમાં સૌથી પહેલી શરૂઆત સ્ટાર્ટર્સથી થાય છે. એમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, ફ્રાઇડ મોમોઝ, મસાલા કૉર્ન, સ્પ્રિંગ રોલ, દહી કે શોલે, મંચુરિયન અને નૂડલ્સ છે. એમાં ૪ પંજાબી શાક, પનીર ટિક્કા, વેજ સીખ કબાબ અને ચાપ આઇટમો ઉપરાંત પાંચ પ્રકારની રોટલીઓ અને પાપડ તેમ જ જાતજાતની ચટણીઓ પણ છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 02:58 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK