ચારધામની જાત્રા કરતી વખતે લાંબા ટ્રાફિક જૅમનો સામનો કરવો પડે છે. એમાંય બાબા કેદારનાથમાં સૌથી વધુ મુશ્કેલી આવે છે. જોકે એ માટે કેટલાક યાત્રીઓ ઍમ્બ્યુલન્સ બુક કરીને દર્શન કરવા જઈ રહ્યા હતા.
ઍમ્બ્યુલન્સ
ચારધામની જાત્રા કરતી વખતે લાંબા ટ્રાફિક જૅમનો સામનો કરવો પડે છે. એમાંય બાબા કેદારનાથમાં સૌથી વધુ મુશ્કેલી આવે છે. જોકે એ માટે કેટલાક યાત્રીઓ ઍમ્બ્યુલન્સ બુક કરીને દર્શન કરવા જઈ રહ્યા હતા જેથી ઍમ્બ્યુલન્સ જોઈને લોકો તેમને તરત જ રસ્તો કરી આપે અને લાંબા ટ્રાફિક જૅમમાં ફસાવું ન પડે. જોકે સોનપ્રયાગમાં પોલીસે આવા ભક્તોની ચાલાકી પકડી પાડી હતી અને તેમને દંડ ફટકાર્યો હતો.

