તેણે ૨૦ જૂને સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન સામે ૫૧ બૉલમાં ૧૦૦ રન બનાવ્યા બાદ ગઈ કાલે MI ન્યુ યૉર્ક સામે ૫૩ બૉલમાં ૧૦૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
ગઈ કાલે ફાફ ડુ પ્લેસી MI ન્યુ યૉર્ક સામે ૫૩ બૉલમાં ૧૦૩ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો.
ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર ફાફ ડુ પ્લેસીએ મેજર લીગ ક્રિકેટ (MLC)માં ૧૦ દિવસની અંદર બે સદી ફટકારીને બે મોટા વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા છે. તે અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં સૌથી વધુ ત્રણ સદી ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો છે. ટેક્સસ સુપર કિંગ્સના વર્તમાન કૅપ્ટને ગયા વર્ષે પણ આ ટીમ માટે સદી ફટકારી હતી. તેણે ૨૦ જૂને સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન સામે ૫૧ બૉલમાં ૧૦૦ રન બનાવ્યા બાદ ગઈ કાલે MI ન્યુ યૉર્ક સામે ૫૩ બૉલમાં ૧૦૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
આ સાથે જ ૪૦ વર્ષની ઉંમર પછી બે T20 સદી ફટકારનાર તે વિશ્વનો પહેલો ક્રિકેટર બની ગયો છે. ૪૦ વર્ષ ૩૫૨ દિવસના આ પ્લેયર સિવાય ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સ પૉલ કૉલિંગવુડ અને ગ્રેમ હિકે ૪૦ની ઉંમર પછી એક-એક T20 સદી ફટકારી છે.

