Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વ્હીલચૅર પગમાં ભરાવીને હાથેથી ૨૮ પગથિયાં ઊતરવાનો રેકૉર્ડ

વ્હીલચૅર પગમાં ભરાવીને હાથેથી ૨૮ પગથિયાં ઊતરવાનો રેકૉર્ડ

Published : 09 August, 2026 01:52 PM | IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૉર્ડનના અબ્દ અલ રહમાન મખલૂફે માત્ર હાથની મદદથી ઊંધામાથે વ્હીલચૅર સાથે ૨૮ પગથિયાં ઊતરીને અનોખો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

વ્હીલચૅર પગમાં ભરાવીને હાથેથી ૨૮ પગથિયાં ઊતરવાનો રેકૉર્ડ

વ્હીલચૅર પગમાં ભરાવીને હાથેથી ૨૮ પગથિયાં ઊતરવાનો રેકૉર્ડ


મહેનત અને હિંમત હોય તો કોઈ પણ અસંભવ કામ સંભવ બની શકે છે. એ વાત અબ્દ અલ રહમાન મખલૂફ નામના દિવ્યાંગભાઈએ સાર્થક કરી બતાવી છે. આરબ દેશ જૉર્ડનમાં રહેતા રહમાનને જાંઘથી નીચેના પગ જ નથી એટલે તે રોજિંદા જીવનમાં વ્હીલચૅર વિના હરીફરી શકતો નથી. તાજેતરમાં તેણે માત્ર હાથની મદદથી ઊંધામાથે પગથિયાં ઊતરવાનો સ્ટન્ટ કર્યો હતો. આ સ્ટન્ટ દરમ્યાન તેના પગને વ્હીલચૅર સાથે બાંધી દેવામાં આવ્યા હતા. એને કારણે જ્યારે તે હૅન્ડસ્ટૅન્ડ કરે ત્યારે વ્હીલચૅરના વજનને સંતુલિત કરીને પગથિયાં ઊતરવાનો પડકાર હતો. રહમાને વ્હીલચૅરમાં બેસીને હાથેથી સળંગ ૨૮ પગથિયાં ઊતરીને આ સ્થિતિમાં સૌથી વધુ પગથિયાં ઊતરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 01:52 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK