Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-પુણે મિસિંગ લિન્ક ટનલમાં સ્પીડ મૉનિટર કરી શકે એવા CCTV કૅમેરા બેસાડવામાં આવશે

મુંબઈ-પુણે મિસિંગ લિન્ક ટનલમાં સ્પીડ મૉનિટર કરી શકે એવા CCTV કૅમેરા બેસાડવામાં આવશે

Published : 09 August, 2026 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિસિંગ લિન્કના ફર્સ્ટ ફેઝમાં એટલે કે પહેલી મેથી ૩૧ ઑક્ટોબર સુધી ફક્ત લાઇટ મોટર વ્હીકલ્સને જ ટનલમાં પ્રવેશની પરવાનગી આપી છે

 ગુરુવારે થયેલા અકસ્માતનું CCTV ફૂટેજ, જેના પગલે કાર્યવાહી કરવામાં આવી.

ગુરુવારે થયેલા અકસ્માતનું CCTV ફૂટેજ, જેના પગલે કાર્યવાહી કરવામાં આવી.


મુંબઈ-પુણે મિસિંગ લિન્કની ટનલમાં ગુરુવારે થયેલા જીવલેણ અકસ્માત બાદ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) અને હાઇવે પોલીસે સાથે મળીને ઇન્સ્પેક્શન કર્યું હતું અને હવે અકસ્માત ટાળવા એ રૂટ પરની ચારેય ટનલમાં સ્પીડ મૉનિટરિંગ કૅમેરા બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે મોટરિસ્ટો સ્પીડ-લિમિટનું પાલન નથી કરતા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે એટલે અકસ્માત થાય છે. હવે તેમની સ્પીડ મૉનિટર કરી શકાય એવા આધુનિક સ્પીડ મૉનિટરિંગ CCTV કૅમેરા બેસાડવામાં આવશે જેનાથી તેમના પર નજર રાખી શકાશે.

ટેમ્પો કઈ રીતે પ્રવેશ્યો?
મિસિંગ લિન્કના ફર્સ્ટ ફેઝમાં એટલે કે પહેલી મેથી ૩૧ ઑક્ટોબર સુધી ફક્ત લાઇટ મોટર વ્હીકલ્સને જ ટનલમાં પ્રવેશની પરવાનગી આપી છે, ગુડ્સ વ્હીકલ્સને બૅન છે તો ગુરુવારે એ ટેમ્પો ટનલમાં કઈ રીતે પ્રવેશ્યો એની પણ તપાસ થઈ રહી છે.



- અર્ચના દહીવાલ


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK