Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધાંત ચતુર્વેદીએ ખરીદ્યો ૧૨.૬૩ કરોડ રૂપિયાનો આલીશાન ફ્લૅટ

સિદ્ધાંત ચતુર્વેદીએ ખરીદ્યો ૧૨.૬૩ કરોડ રૂપિયાનો આલીશાન ફ્લૅટ

Published : 09 August, 2026 08:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની માતા મીનલ સાથે મળીને મુંબઈના જુહુ વિસ્તારમાં આશરે ૧૨.૬૩ કરોડ રૂપિયાનો આલીશાન ફ્લૅટ ખરીદ્યો હોવાના અહેવાલ છે. આ પહેલાં પણ બન્નેએ જૂનમાં ૧૩.૯૧ કરોડ રૂપિયાનો ફ્લૅટ ખરીદ્યો હતો.

સિદ્ધાંત ચતુર્વેદી

સિદ્ધાંત ચતુર્વેદી


ઍક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની માતા મીનલ સાથે મળીને આલીશાન ફ્લૅટ ખરીદ્યો હોવાના રિપોર્ટ છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર સિદ્ધાંતે પોતાની મમ્મી મીનલ લક્ષ્મણ ચતુર્વેદી સાથે મળીને જુહુ વિસ્તારમાં આ ફ્લૅટ ખરીદ્યો છે અને એની કિંમત આશરે ૧૨.૬૩ કરોડ રૂપિયા છે. આ ફ્લૅટ જુહુ વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ ખાતે  આવેલા ક્રિષ્ના બિલ્ડિંગના સાતમા માળે આવેલો છે અને એ ૧૬૪૦.૬૩ સ્ક્વેર ફુટ વિસ્તાર ધરાવે છે. આ પહેલાં સિદ્ધાંતે જૂનમાં પણ પોતાની મમ્મી સાથે મળીને ૧૩.૯૧ કરોડ રૂપિયાનો એક ફ્લૅટ ખરીદ્યો હતો.

સ્વરા ભાસ્કર ડેન્ગીને કારણે હૉસ્પિટલમાં દાખલ




હાલમાં ઍક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સોશ્યલ મીડિયાના માધ્યમથી ફૅન્સને જણાવ્યું કે તેને ડેન્ગી થયો છે અને તે હૉસ્પિટલમાં દાખલ છે. સ્વરાએ હૉસ્પિટલમાંથી પોતાની એક તસવીર શૅર કરીને  લખ્યું હતું કે ‘વેલ, વાત બહુ ઝડપથી વધી ગઈ. ડેન્ગી થયો અને હૉસ્પિટલમાં દાખલ.

 


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK