Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૪ મહિનાની દીકરીને ખાંસી મટતી જ નહોતી, ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે રિમોટ કન્ટ્રોલનો ઝીણો બલ્બ ગળી ગયેલી

૨૪ મહિનાની દીકરીને ખાંસી મટતી જ નહોતી, ડૉક્ટરે તપાસ કરી તો ખબર પડી કે રિમોટ કન્ટ્રોલનો ઝીણો બલ્બ ગળી ગયેલી

Published : 28 May, 2026 02:32 PM | IST | faridabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્ટરોએ ઇમર્જન્સીમાં બ્રૉન્કોસ્કોપી કરી. એમાં કૅમેરાવાળું સાધન ગળા વાટે શ્વાસનળીમાં મોકલવામાં આવ્યું

આ રહ્યો બલ્બ

અજબ ગજબ

આ રહ્યો બલ્બ


ફરીદાબાદની અમૃતા હૉસ્પિટલમાં થોડા દિવસ પહેલાં ડૉક્ટરો પાસે બે વર્ષની એક છોકરી શ્વાસ ન લઈ શકે એવી સ્થિતિમાં તડપી રહેલી હાલતમાં આવી હતી. છેલ્લા થોડા દિવસથી બાળકીને ખૂબ ખાંસી આવ્યા કરતી હતી. પેરન્ટ્સને લાગ્યું કે કદાચ સામાન્ય કફ હશે એટલે કફ સિરપ આપ્યાં, પણ ફરક ન પડ્યો. જોકે પરિસ્થિતિ ગંભીર થવા લાગી. બાળકીને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ફૅમિલી-ફિઝિશ્યનની દવા પણ બેઅસર રહેતાં તેને મોટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તેના વિવિધ રિપોર્ટ્સ દ્વારા તપાસ કરવામાં આવી. એક્સ-રે પાડતાં ખબર પડી કે તેની ડાબાં ફેફસાંની શ્વાસનળીના એક ભાગમાં કશુંક ફસાઈ ગયું છે. અલગ-અલગ ઍન્ગલથી એક્સ-રે લીધા તો ખબર પડી કે બલ્બ છે. રિમોટ કન્ટ્રોલમાં લાઇટ થાય છે કે નહીં એ માટે જે ઝીણો બલ્બ હોય છે એ બારીક બલ્બ હતો. આ બલ્બ કાઢવાનું સહેલું નહોતું. એક તો અત્યંત પાતળી શ્વાસનળીમાં સાધન ખોસવું અને ત્યાંથી બલ્બ જેવા કેમિકલ ભરેલા ટુકડાને અંદર તૂટે નહીં એ રીતે બહાર કાઢવો એ બન્ને પડકારજનક હતું. ઘણા સમયથી આ બલ્બ હોવાથી શ્વાસનળીની આસપાસ સોજો વધી ગયો હતો અને ડાબાં ફેફસાંમાં શ્વાસ અંદર જઈ જ નહોતો રહ્યો. ડૉક્ટરોએ ઇમર્જન્સીમાં બ્રૉન્કોસ્કોપી કરી. એમાં કૅમેરાવાળું સાધન ગળા વાટે શ્વાસનળીમાં મોકલવામાં આવ્યું અને એ મશીન દ્વારા જ બલ્બને બહાર ખેંચી કાઢવામાં આવ્યો. હવે બાળકી પરનું જોખમ ટળી ગયું છે. નાનાં બાળકો રમતાં હોય ત્યારે એની આસપાસ રિમોટ, કૅલ્ક્યુલેટર, ચાવી કે બોલ્ટ જેવી નાની ચીજો એમ જ રાખવી કેટલી જોખમી છે એ આવા કિસ્સાઓ આપણને સતત રિમાઇન્ડ કરાવતા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 02:32 PM IST | faridabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK