Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એપ્રન પહેરેલા ગધેડાને મળી નર્સની ડિગ્રી, ૨૦૩૧ સુધી વૅલિડ રહેશે

એપ્રન પહેરેલા ગધેડાને મળી નર્સની ડિગ્રી, ૨૦૩૧ સુધી વૅલિડ રહેશે

Published : 01 October, 2026 02:40 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગધેડો પાસ થઈ જતો હોય તો ભણ્યા કે તાલીમ લીધા વિનાનો માણસ તો આસાનીથી રજિસ્ટ્રેશન મેળવી શકે છે. ’

એપ્રન પહેરેલ ગધેડો

અજબ ગજબ

એપ્રન પહેરેલ ગધેડો


મધ્ય પ્રદેશ નર્સિસ રજિસ્ટ્રેશન કાઉન્સિલ (MPNRC)ની ઑનલાઇન સિસ્ટમ માણસો અને જાનવર વચ્ચે ફરક નથી કરી શકતી. આ મજાક નહીં, હકીકત છે; કેમ કે આ વેબસાઇટ પર મેડિકલ એપ્રન પહેરેલા ગધેડાને નર્સની ડિગ્રી આપ્યાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ગધેડાની તસવીર સાથે ન સમજાય એવી ભાષામાં લખેલી ડિગ્રીનું વિવરણ આપતા ડૉક્યુમેન્ટ્સની સ્કૅન કૉપીના આધારે કાઉન્સિલે ડૉન્કી MPNRCના નામે બાકાયદા ડિજિટલ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર જાહેર કર્યું છે. હવે કાઉન્સિલે આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. 

વાત એમ છે કે નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના મધ્ય પ્રદેશના ઉપાધ્યક્ષ રવિ પરમારે MPNRCમાં ઑનલાઇન સિસ્ટમ થકી ડૉન્કી MPNRCના નામે રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી. રજિસ્ટ્રેશનમાં ગધેડાનો ફોટો લગાવ્યો હતો. ધર્મના ચોકઠામાં અન્ય, જાતિમાં જાનવર અને રહેઠાણના ચોકઠામાં ‘જ્યાં જગ્યા મળી જાય ત્યાં’ એવું લખ્યું હતું. 



સાથે જ શૈક્ષણિક ડૉક્યુમેન્ટ્સની જગ્યાએ એવાં કાગળિયાં અપલોડ કરી દીધાં જેનાથી સાચું એજ્યુકેશનલ ક્વૉલિફિકેશન પ્રમાણિત નહોતું થતું. રજિસ્ટ્રેશન માટે નિર્ધારિત ૨૫૦૦ રૂપિયાની ફી ભરી દીધી. નવાઈની વાત એ છે કે આ નામે ડિજિટલ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર જાહેર થઈ પણ ગયું. ડૉન્કી MPNRCનનું ભોપાલ નર્સિંગ કૉલેજથી બૅચલર ઑફ સાયન્સ (નર્સિંગ)માં પાસ થયાનું અને નર્સ-મિડવાઇફ તરીકે રજિસ્ટ્રેશન થઈ ગયું. આ રજિસ્ટ્રેશન ૨૦૩૧ સુધી વૅલિડ છે. 


રવિ પરમારનું કહેવું છે કે ‘મેં ઑનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશનની સિસ્ટમમાં કેવી ગરબડ ચાલે છે એ બહાર લાવવા માટે આમ કર્યું હતું. ગધેડાનું રજિસ્ટ્રેશન થઈ શકે છે તો અસલી ડૉક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું થતું હશે એ કોને ખબર? આ માત્ર ટેક્નિકલ ખામી નથી, રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં બેજવાબદારીનું પ્રમાણમાત્ર છે. ગધેડો પાસ થઈ જતો હોય તો ભણ્યા કે તાલીમ લીધા વિનાનો માણસ તો આસાનીથી રજિસ્ટ્રેશન મેળવી શકે છે. ’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 02:40 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK