Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આૅક્સિજન સિલિન્ડર સાથે મહિલા પહોંચી જગન્નાથ મંદિર

આૅક્સિજન સિલિન્ડર સાથે મહિલા પહોંચી જગન્નાથ મંદિર

Published : 27 November, 2026 02:43 PM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑક્સિજન સિલિન્ડર સાથે તે મંદિરના અરુણ સ્તંભ સુધી ગઈ હતી અને ત્યાંથી જ પૂરી શ્રદ્ધાપૂર્વક પ્રભુને પ્રણામ કર્યાં હતાં.

અતૂટ શ્રદ્ધા

અજબ ગજબ

અતૂટ શ્રદ્ધા


કહેવાય છે કે મનમાં ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા હોય તો ભક્તે મુશ્કેલીઓ સામે લડવાની હિંમત તો કેળવવી જ પડે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવેલાં એક ભક્તનો વિડિયો આ વાતનો પુરાવો છે. એમાં એક વયસ્ક મહિલા બીમારીને કારણે બહારથી ઑક્સિજન લેવા માટે મજબૂર હોવા છતાં મહાપ્રભુનાં દર્શન કરવા પહોંચી હતી. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેણે સતત ઑક્સિજન સિલિન્ડર સાથે લઈને ફરવું પડતું હતું, એમ છતાં કારતક પૂર્ણિમાના અવસરે મહિલા પોતાના પરિજનોની સાથે જગન્નાથ ધામમાં દર્શન કરવા પહોંચી હતી. ઑક્સિજન સિલિન્ડર સાથે તે મંદિરના અરુણ સ્તંભ સુધી ગઈ હતી અને ત્યાંથી જ પૂરી શ્રદ્ધાપૂર્વક પ્રભુને પ્રણામ કર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 02:43 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK