શમ્સુદ્દીન લગભગ સવાબે દાયકા પહેલાં કામ માટે મુંબઈ આવ્યા હતા અને અહીં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લાઇટમૅનનું કામ કર્યું હતું. એ પછી ૨૦૧૦માં વતન પાછા જઈને ચોખાનો બિઝનેસ ઊભો કર્યો હતો અને હવે ચોખાની ૩ મિલના માલિક છે. દીકરો મોહમ્મદ તલહા હજી ૧૫ વર્ષનો છે.
પિતાએ દીકરાને અપાવી BMW કાર
પશ્ચિમ બંગાળમાં નવમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને તેના પપ્પાએ લક્ઝરી કાર ગિફ્ટમાં આપી હતી. બર્દવાન જિલ્લાના પરાજ ગામમાં રહેતા બિઝનેસમૅન શમ્સુદ્દીને દીકરા મોહમ્મદ તલહાને કહ્યું હતું કે જો તે આગામી પરીક્ષામાં સારા માર્ક્સ લાવશે તો તેને BMW કાર અપાવશે. દીકરાએ નવમા ધોરણની અર્ધવાર્ષિક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા એટલે શમ્સુદ્દીને દીકરાને BMW M4 કૉમ્પિટિશન કાર ગિફ્ટ કરી હતી. તેમણે અંધેરીના શો-રૂમમાંથી કાર ખરીદીને ખાસ કન્ટેનર દ્વારા પોતાના ગામ પહોંચાડી હતી. શમ્સુદ્દીન લગભગ સવાબે દાયકા પહેલાં કામ માટે મુંબઈ આવ્યા હતા અને અહીં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં લાઇટમૅનનું કામ કર્યું હતું. એ પછી ૨૦૧૦માં વતન પાછા જઈને ચોખાનો બિઝનેસ ઊભો કર્યો હતો અને હવે ચોખાની ૩ મિલના માલિક છે. દીકરો મોહમ્મદ તલહા હજી ૧૫ વર્ષનો છે એટલે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી.
