અંધેરી રેલવે-સ્ટેશન પાસે ચાટનો એક સ્ટૉલ છે. આ સ્ટૉલ ચલાવનાર ભાઈનો ચહેરો એકદમ ગૌતમ અદાણીને મળતો આવે છે.
આ સ્ટૉલ ચલાવનાર ભાઈનો ચહેરો એકદમ ગૌતમ અદાણી જેવો છે
અંધેરી રેલવે-સ્ટેશન પાસે ચાટનો એક સ્ટૉલ છે. આ સ્ટૉલ ચલાવનાર ભાઈનો ચહેરો એકદમ ગૌતમ અદાણીને મળતો આવે છે. જાણે તેમનો જુડવા ભાઈ જ જોઈ લો. જીત શાહ નામના મુંબઈગરાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં ચાટવાળા ભાઈની સાથે મોબાઇલની સ્ક્રીન પર જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો ફોટો પણ રાખ્યો છે. એમાં તેણે ગમ્મતમાં લખ્યું છે, ‘ગૌતમ અદાણી અબજોપતિ છે છતાં તેમનો ભાઈ અંધેરી રેલવે-સ્ટેશન પાસે ચાટ વેચે છે. તેમને ભાઈ તરફથી કોઈ મદદ નથી મળતી... કેટલું કરુણ કહેવાય!’ ગૌતમ અદાણીના ફોટોની સાથે ચાટવાળાની તસવીર ખૂબ જ સામ્ય ધરાવે છે. આ ભાઈ ગૌતમ અદાણીના પરિવાર સાથે કોઈ સંબંધ નથી ધરાવતા. હા, જ્યારથી તેમનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે ત્યારથી તેમને ત્યાં ચાટ ખાનારા લોકોનો નજરિયો બદલાઈ ગયો છે.

