દીકરીના પિતા સિંગાપોરના ચૅરિટી માટે ચાલતા સૂપ કિચનમાં કામ કરે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મૂળ ગાઝાના પરંતુ કામસર સિંગાપોરમાં રહેતા પૅલેસ્ટીનિયન કપલે તાજેતરમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના પિતા સિંગાપોરના ચૅરિટી માટે ચાલતા સૂપ કિચનમાં કામ કરે છે. ગાઝામાં જ્યારે અંધકાર છવાયેલો ત્યારે સિંગાપોરના લોકોએ તેમને આવકાર આપીને નવું જીવન આપવામાં મદદ કરી હતી. આ કૃતજ્ઞતાને કારણે દીકરીના પિતાએ તેનું નામ સિંગાપોર રાખ્યું હતું. બાળકીનો પિતા જે સૂપ કિચનમાં કામ કરે છે એ હજારો વિસ્થાપિત પરિવારો અને તેમનાં બાળકોને રોજ ભોજન પૂરું પાડે છે. આ સૂપ કિચને યુગલને માત્ર જીવન ટકાવવામાં સાથ જ નહોતો આપ્યો, પરંતુ સન્માનજનક કામ પણ આપ્યું હતું. સિંગાપોર અને સિંગાપોરના લોકોની દિલેરીથી ગદ્ગદ થઈને આ યુગલે દીકરીનું નામ જ રાખી દીધું હતું સિંગાપોર.

