Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘાનાનો ૭.૪ ઇંચ જેટલી હાઇટ ધરાવતો સૌથી ઊંચો યુવાન ૩૩ વર્ષે મૃત્યુ પામ્યો

ઘાનાનો ૭.૪ ઇંચ જેટલી હાઇટ ધરાવતો સૌથી ઊંચો યુવાન ૩૩ વર્ષે મૃત્યુ પામ્યો

Published : 01 August, 2026 01:08 PM | IST | Ghana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ વર્ષનો હતો ત્યારે તેને જાઇજેન્ટિઝમ અને મૉર્ફન સિન્ડ્રોમ તરીકે ઓળખાતી સમસ્યાનું નિદાન થયું હતું.

સુલેમાન અબ્દુલ સમેદ

અજબ ગજબ

સુલેમાન અબ્દુલ સમેદ


૨૦૨૨ની સાલમાં ૨.૨૪ મીટર એટલે કે ૭ ફુટ અને ૪ ઈંચની હાઇટ ધરાવતા સુલેમાન અબ્દુલ સમેદ નામના ઘાનાના રહેવાસીને દેશના સૌથી ઊંચા વ્યક્તિનું બિરૂદ મળ્યું હતું. તેને ઘાનામાં અવુચે ઉપનામથી ઓળખવામાં આવતો હતો. તે ૨૦ વર્ષનો હતો ત્યારે તેને જાઇજેન્ટિઝમ અને મૉર્ફન સિન્ડ્રોમ તરીકે ઓળખાતી સમસ્યાનું નિદાન થયું હતું. આ સમસ્યામાં શરીરનાં અંગો અસામાન્ય સ્તરે વિકાસ પામે છે. એને કારણે તેની હાઇટ વધી રહી હતી. આ સમસ્યા સતત વધતી રહેતી હોય છે. જેમ-જેમ હાઇટ વધતી જાય એમ-એમ હૃદયની સમસ્યા પણ વધે છે. શરીરના વિસ્તારને કારણે આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ હૃદય માટે વધુપડતું લોડવાળું થઈ જાય છે. થોડા દિવસો પહેલાં સુલેમાન અબ્દુલને પગમાં ઇન્ફેક્શન થયું હતું અને એ વકરી ગયું હતું. આ સમસ્યામાંથી તે સાજો ન થઈ શક્યો અને થોડા દિવસ પહેલાં જ તેનું જસ્ટ ૩૩ વર્ષની વયે મૃત્યુ થઈ ગયું. 


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 01:08 PM IST | Ghana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK