Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ માણસ ૧૩ કરોડ રૂપિયામાં અમેરિકાનું એક વેરાન ગામ ખરીદીને એકલો રહે છે

આ માણસ ૧૩ કરોડ રૂપિયામાં અમેરિકાનું એક વેરાન ગામ ખરીદીને એકલો રહે છે

Published : 25 November, 2026 06:47 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ અને ટિકટૉક પર ૩ લાખ ફૉલોઅર્સ છે એનાથી ધૂમ કમાણી થાય છે. હવે આ વેરાન જગ્યા પર બ્રૅન્ટ હોટલ બનાવવીને ટૂરિસ્ટોને આકર્ષવાનો પ્લાન કરી રહ્યો છે.

અમેરિકાનું એક વેરાન ગામ ખરીદીને એકલો રહે છે

અજબ ગજબ

અમેરિકાનું એક વેરાન ગામ ખરીદીને એકલો રહે છે


અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં બ્રેન્ટ અન્ડરવુડ નામના ભાઈએ ૨૦૧૮માં સેરો ગૉર્ડો નામનું એક માઇનિંગ ટાઉન ખરીદ્યું હતું. આ ટાઉન સાવ જ વેરાન છે. એમાં કોઈ રહેતું નથી. નથી એમાં પાણીની વ્યવસ્થા અને નથી એક કરિયાણાની દુકાન, છતાં બ્રેન્ટભાઈ આ શહેરમાં મજાથી રહે છે. આ ટાઉનમાં રહેવાનું આસાન નથી કેમ કે એ સમુદ્રની સપાટીથી ઘણું ઊંચે છે અને અહીં ઠંડી એટલી પડે છે કે શિયાળાના દિવસોમાં તો આ ટાઉન સાવ જ વિખૂટું પડી જાય છે. એમ છતાં બ્રેન્ટને અહીં રહેવું ગમે છે. ૨૦૧૮ પહેલાં બ્રેન્ટે આ ટાઉન વિશે સાંભળ્યું પણ નહોતું. જસ્ટ એક દોસ્તે તેને મજાકમાં એક જાહેરાત ફૉર્વર્ડ કરેલી, જેમાં સિલ્વર માઇનિંગ પાસેની ડેથ વૅલીમાં એક પ્રૉપર્ટી વેચવાની જાહેરાત હતી. બ્રેન્ટને આ જગ્યામાં રસ પડ્યો અને તે ફ્લાઇટ પકડીને કૅલિફૉર્નિયા આવ્યો અને ૮૨૦૦ મીટર ઊંચાઈએ આવેલા આ વેરાન ટાઉનમાં પહોંચ્યો. તેને આ જગ્યા ખૂબ જ શાંતિ આપનારી લાગી એટલે તેણે પ્રૉપર્ટી ખરીદી લીધી. ૨૦૨૦માં બ્રૅન્ટે આ ટાઉનમાં રહેવાનું પણ શરૂ કરી દીધું. આ ટાઉનમાં પાણી પણ દૂરથી લાવવું પડે છે અને વીજળી પણ નથી. બ્રૅન્ટે જાતે સોલર પાવરથી વીજળી પેદા કરી છે અને કરિયાણા માટે બે કલાક દૂર આવેલી વસાહતમાં જાય છે. આ વેરાન જગ્યા પર રહેવું કેટલું ચૅલૅન્જિંગ છે એ દર્શાવતા વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ અને ટિકટૉક પર ૩ લાખ ફૉલોઅર્સ છે એનાથી ધૂમ કમાણી થાય છે. હવે આ વેરાન જગ્યા પર બ્રૅન્ટ હોટલ બનાવવીને ટૂરિસ્ટોને આકર્ષવાનો પ્લાન કરી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 06:47 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK