સ્થાનિકોએ કમેન્ટમાં કહ્યું હતું કે આ કોઈ જ નવાઈની વાત નથી. આ દરગાહમાં તો લગભગ દરેક કાર્યક્રમમાં હનુમાન ચાલીસાનું પઠન થાય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉજ્જૈનમાં રામઘાટ પાસે આવેલી એક દરગાહમાં હનુમાન ચાલીસાનું પઠન થયું હતું. દરગાહ પર કવ્વાલીનો કાર્યક્રમ થઈ રહ્યો હતો એ પૂરો થયા પછી બધાએ ભેગા મળીને હનુમાન ચાલીસા ગાઈ હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. સ્થાનિકોએ કમેન્ટમાં કહ્યું હતું કે આ કોઈ જ નવાઈની વાત નથી. આ દરગાહમાં તો લગભગ દરેક કાર્યક્રમમાં હનુમાન ચાલીસાનું પઠન થાય છે.


