Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભગવાનને ફોન લગાવો, બહુ વરસાદ કરી રહ્યા છે

ભગવાનને ફોન લગાવો, બહુ વરસાદ કરી રહ્યા છે

Published : 29 September, 2026 11:49 AM | IST | Hardoi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના હરદોઈમાં સતત વરસાદથી પરેશાન નાગરિકે કલેક્ટરની ઑફિસમાં અનોખી ફરિયાદ કરી. તેણે ઇન્દ્રદેવને જરૂરી દિશા-નિર્દેશ આપવા અપીલ કરી અને વ્યંગમાં લખ્યું કે તેની પાસે ઇન્દ્રદેવનો મોબાઇલ નંબર નથી, તેથી દિવ્ય માધ્યમથી સંપર્ક કરાય.

ઇન્દ્રદેવને ફરિયાદ

ઇન્દ્રદેવને ફરિયાદ


ઉત્તર પ્રદેશના હરદોઈમાં ભારે વરસાદથી પરેશાન થઈ ગયેલા એક નાગરિકે કલેક્ટરની ઑફિસમાં જઈને હવે વરસાદ ખમૈયા કરે એ માટે પગલાં લેવાની વિનંતી કરી હતી. ફરિયાદીએ લખ્યું હતું કે ‘ઇન્દ્રદેવને આવશ્યક દિશા-નિર્દેશ આપો અને સમજાવો. છેલ્લા કેટલાય કલાકોથી ક્યારેક ભારે તો ક્યારેક ધીમો વરસાદ લગાતાર પડ્યા જ કરે છે અને જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. લોકો ઘરની બહાર નીકળી શકે એમ નથી અને રોજબરોજનું કામકાજ પણ કરી શકે એમ નથી.’
ફરિયાદીએ વ્યંગમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે મારી પાસે ઇન્દ્રદેવનો મોબાઇલ-નંબર નથી એટલે નોટિસ કે નિર્દેશ આપવા માટે દિવ્ય સંપર્ક માધ્યમનો ઉપયોગ કરવાની કૃપા કરશો.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 11:49 AM IST | Hardoi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK