આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવતાં પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટમાં ગોલીબાર રોડ-નંબર ૮ પર વી. એમ. દેસાઈ હૉસ્પિટલની સામે આવેલી ભવ્ય નિકેતન સોસાયટીમાં ગઈ કાલે ગમખ્વાર બનાવ બન્યો હતો. સોસાયટીએ તેમની ઇન્ટર્નલ ડ્રેનેજ સિસ્ટમની ગટર સાફ કરવા બે કામદારને કામ સોંપ્યું હતું. એ કામ વખતે એમાંના એક કામદારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મૅનહોલની ગટરનું ઢાંકણું BMCને જાણ કર્યા વગર જ ખોલી નાખ્યું હતું અને એ પછી એમાં બે કામદાર પડી ગયા હતા.
આ બાબતે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર-બ્રિગેડની ટીમે બન્નેને બહાર કાઢ્યા હતા. તેમને વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. બેમાંથી એકને ડૉક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાને મેડિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવતાં પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
