Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પગનું હાડકું તૂટી ગયું હતું, ડૉક્ટરોએ કરી નાખી હાર્ટ-સર્જરી

પગનું હાડકું તૂટી ગયું હતું, ડૉક્ટરોએ કરી નાખી હાર્ટ-સર્જરી

Published : 28 July, 2026 03:19 PM | IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણાના પાણીપતમાં પગની ઈજાની સારવાર માટે દાખલ કરાયેલી મહિલાની પરિવારની મંજૂરી વગર હાર્ટમાં સ્ટેન્ટની સર્જરી કરાઈ હોવાનો આરોપ છે. સર્જરી બાદ મહિલાનું મૃત્યુ થતાં હૉસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ થયા છે.

પગનું હાડકું તૂટી ગયું હતું, ડૉક્ટરોએ કરી નાખી હાર્ટ-સર્જરી

પગનું હાડકું તૂટી ગયું હતું, ડૉક્ટરોએ કરી નાખી હાર્ટ-સર્જરી


હરિયાણાના પાણીપતમાં એક હૉસ્પિટલમાં બેજવાબદારીની ચરમસીમા કહેવાય એવો કિસ્સો બહાર આવ્યો છે. એક અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાનું પગનું હાડકું તૂટ્યું હતું. ગુડ્ડી દેવી નામની આ મહિલાના દીકરા કુલદીપે માને સારવાર માટે હૉસ્પિટલમાં ભરતી કરી હતી. કુલદીપનું કહેવું છે કે માને માત્ર પગમાં ઈજા હતી, પરંતુ હૉસ્પિટલમાં ભરતી કર્યાના બીજા દિવસે અમને ખબર પડી કે ડૉક્ટરો તેમની સર્જરી કરી રહ્યા છે. પરિવારજનોને લાગ્યું કે કદાચ આ સર્જરી હાડકાંને જોડવા માટેની હશે. જોકે જ્યારે મહિલાને ઑપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી ત્યારે ખબર પડી કે ડૉક્ટરોએ તો તેમની હાર્ટ-સર્જરી કરી નાખી છે. ડૉક્ટરોનું કહેવું હતું કે તેમના હૃદયની નળીઓમાં બ્લૉકેજ હોવાથી સ્ટેન્ટ બેસાડવો જરૂરી હતી. જોકે પરિવારજનોનું કહેવું હતું કે તેમણે આવી કોઈ સર્જરી માટે હામી ભરી જ નહોતી. સ્ટેન્ટ નાખવાની બિનજરૂરી પ્રોસીજર પછી ગુડ્ડી દેવીની હાલત કથળતી જ ગઈ અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થઈ ગયું.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 03:19 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK