ચીનમાં વધતી ગરમી વચ્ચે પાળતુ ડૉગ્સ અને કૅટ્સને ઠંડક આપવા માટે વિન્ટર મેલનનો અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. પ્રાણીઓ આ શાકભાજીને વળગીને આરામ કરે છે અને ક્યારેક એને ખાવા પણ લાગે છે. ગરમી ઓછી થયા બાદ પણ આ અનોખો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
ચીનમાં પાળેલાં કૅટ્સ અને ડૉગ્સને આ શું અપાય છે?
ગરમીને કારણે ચીનમાં પાળેલાં પ્રાણીઓ પણ ખૂબ સુસ્ત થઈ રહ્યાં હોવાથી અહીં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આપણે ત્યાં જેમ વૉટરમેલન અને કાકડી હોય છે એના જેવું જ દેખાતું ચાઇનીઝ વિન્ટર મેલન પાળતુ પ્રાણીઓને ઠંડાં રાખવાનું કામ કરી રહ્યું છે. અહીં ડૉગ્સ અને કૅટ્સની પાસે વિન્ટર મેલન મૂકતાં જ પ્રાણીઓ ખૂબ શાંત થઈ જાય છે. તેઓ એને વળગીને સૂઈ જાય છે અને ક્યારેક ખોતરીને ખાવા પણ લાગે છે. ચીનમાં હવે ગરમી પૂરી થયા પછી પણ આ ટ્રેન્ડ હજી એટલો જ વાઇરલ છે.
