Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જો માઉ નામના ખોવાઈ ગયેલા પોપટને શોધી આપશો તો મળશે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

જો માઉ નામના ખોવાઈ ગયેલા પોપટને શોધી આપશો તો મળશે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

Published : 20 July, 2026 03:10 PM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગરાના પક્ષીપ્રેમી સુનીલકુમારનો પાળેલો માદા પોપટ `માઉ` 13 જુલાઈથી ગુમ છે. ઘાયલ હાલતમાં મળેલી માઉ પરિવારનો સભ્ય બની ગઈ હતી. તેને શોધી આપનાર માટે સુનીલકુમારે ₹50,000નું ઇનામ જાહેર કરીને શહેરભરમાં પોસ્ટર્સ લગાવ્યાં છે.

જો માઉ નામના ખોવાઈ ગયેલા પોપટને શોધી આપશો તો મળશે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

જો માઉ નામના ખોવાઈ ગયેલા પોપટને શોધી આપશો તો મળશે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ


આગરામાં રહેતા સુનીલકુમાર નામના પક્ષીપ્રેમીએ તેમના ખોવાઈ ગયેલા પાળેલા પોપટને શોધી આપવા માટે આકાશપાતાળ એક કરી દીધાં છે. માદા પોપટનું નામ છે માઉ. ૨૦૨૫માં એક સંસ્થા પાસે ઘાયલ હાલતમાં તેમને આ માદા પોપટ મળી હતી. એ વખતે એ ઊડી શકે એમ નહોતી. તેમણે એની સારવાર કરીને એને દત્તક લઈ લીધી. એ પછી તો માઉ સુનીલકુમારના પરિવારનો જ અંગ બની ગઈ. માઉને કદી પાંજરામાં પૂરવામાં નહોતી આવી. એ માત્ર આ ઘરમાં મુક્તપણે રહેતી હતી. સુનીલકુમાર જ્યાં જાય ત્યાં તેમની પાછળ-પાછળ જવાનું માઉને બહુ ગમતું હતું. આ જ વર્ષે માર્ચ મહિનામાં તેમણે માઉ જે દિવસે તેમને મળેલી એને જન્મદિવસ તરીકે ખૂબ ધામધૂમથી ઊજવ્યો હતો. જોકે ૧૩ જુલાઈથી માઉ ગાયબ થઈ ગઈ છે. પંખીપ્રેમી સુનીલકુમારે એને શોધી આપનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરતાં પોસ્ટર્સ આગરામાં ઠેર-ઠેર લગાવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 03:10 PM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK