ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ભૈયાનગલા ગામમાં તનવીર નામના એક માણસે પોતાના ઘરેથી જ ડીઝલ-પેટ્રોલ વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. જ્યારે પોલીસને બાતમી મળી ત્યારે તેમની ટીમે આ ઘરમાં છાપો માર્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ઘરમાં જ શરૂ કર્યો પેટ્રોલ પમ્પ?
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ભૈયાનગલા ગામમાં તનવીર નામના એક માણસે પોતાના ઘરેથી જ ડીઝલ-પેટ્રોલ વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. જ્યારે પોલીસને બાતમી મળી ત્યારે તેમની ટીમે આ ઘરમાં છાપો માર્યો હતો. એ વખતે લિટરલી પેટ્રોલ પમ્પ ચાલતો હોય એટલી મોટી સંખ્યામાં ડીઝલ અને પેટ્રોલ વેચાઈ રહ્યાં હતાં. રહેણાક વિસ્તારમાં ઘરમાં જ ડીઝલની ટૅન્ક ભરીને નોઝલ પમ્પ દ્વારા વાહનોમાં અને કેરબામાં ફ્યુઅલ ભરી અપાતું હતું. જ્યારે પોલીસે છાપો માર્યો ત્યારે તેમને ૯૫૦ લીટર ડીઝલ મળ્યું હતું. તનવીર સામે પોલીસે ફરિયાદ નોંધી હતી કેમ કે એ માટે તેની પાસે કોઈ લાઇસન્સ નહોતું. રહેણાક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જ્વલનશીલ પદાર્થનો ભંડાર એમ જ ભરી રાખવામાં આવે એ આસપાસના લોકો માટે ખૂબ જોખમી હતું. અહીં ડીઝલ લીધા પછી બાકાયદા રિસીટ પણ આપવામાં આવતી હતી. આ ડીઝલમાં ભેળસેળ પણ કરવામાં આવી હતી.


