Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં ખાસ પ્રજાતિના વાંદરાઓની કિંમત પચીસ લાખ રૂપિયા થઈ ગઈ

ચીનમાં ખાસ પ્રજાતિના વાંદરાઓની કિંમત પચીસ લાખ રૂપિયા થઈ ગઈ

Published : 20 July, 2026 04:22 PM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં વૈજ્ઞાનિક સંશોધન અને દવાઓના પરીક્ષણ માટે વાંદરાઓની ભારે માંગ ઊભી થતાં તેમની કિંમતમાં જબરદસ્ત વધારો થયો છે. ક્રૅબ-ઈટિંગ મકાક પ્રજાતિના એક વાંદરાની કિંમત હવે 25 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેના કારણે અનેક રિસર્ચ પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થયા છે.

ચીનમાં ખાસ પ્રજાતિના વાંદરાઓની કિંમત પચીસ લાખ રૂપિયા થઈ ગઈ

ચીનમાં ખાસ પ્રજાતિના વાંદરાઓની કિંમત પચીસ લાખ રૂપિયા થઈ ગઈ


ચીનમાં વાંદરાઓની કિંમત લાખોમાં થઈ ગઈ છે. એનું કારણ છે એ છે કે અહીં વૈજ્ઞાનિક પ્રયોગો અને રિસર્ચમાં વાંદરાનો ઉપયોગ થાય છે. ક્રૅબ-ઈટિંગ મકાક પ્રજાતિના વાંદરાઓ કેટલીક નવી દવાઓના પરીક્ષણમાં ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. એક વર્ષ પહેલાં આ મન્કીની કિંમત ૧૦ લાખ રૂપિયા હતી, હવે એ વધીને પચીસ લાખ સુધી પહોંચી ગઈ છે. ચીનમાં દવાઓ પર અઢળક રિસર્ચ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા હોવાથી આ અછત સર્જાઈ છે. ગ્વાંગઝોઉની જિનાન યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકના કહેવા મુજબ દર વર્ષે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ૩૦થી ૫૦ વાંદરાઓની જરૂર પડે છે. જોકે હવે એમની કિંમત વધી ગઈ હોવાથી પ્રયોગોને પ્રાયોરટાઇઝ કરીને કેટલાક પ્રોજેક્ટ્સ રોકવાની નોબત આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 04:22 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK