જોકે હાઇવે પર આવો સ્ટન્ટ કોઈએ માત્ર રીલ બનાવવા માટે કર્યો છે કે ખરેખર કોઈ જુગાડુ માણસ જોખમ લઈને જઈ રહ્યો છે એ સ્પષ્ટ નથી થતું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ભારતમાં ટૂ-વ્હીલર ચલાવતા લોકો જબરા જુગાડુ હોય છે. પોતાના ટૂ-વ્હીલર પર દુનિયાભરનો સામાન લઈને ફરવાની ફાવટ તેમને હોય છે. જોકે સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક ભાઈ સ્કૂટીની સાથે મોટી રોલર્સવાળી ટ્રાવેલ બૅગ પણ ઢસડીને લઈ જઈ રહ્યા છે. તે એક હાથે સ્કૂટી ચલાવે છે અને બીજા હાથે ટ્રૉલી બૅગનું હૅન્ડલ પકડેલું છે. જ્યારે તમારે મોટી ટ્રાવેલ બૅગ લઈને જવાની હોય અને સાથે કોઈ ન હોય તો શું કરવાનું? એ માટેનો આ દેશી જુગાડ કેટલો જોખમી બની શકે છે એની ચર્ચા સોશ્યલ મીડિયા પર થઈ રહી છે. જોકે હાઇવે પર આવો સ્ટન્ટ કોઈએ માત્ર રીલ બનાવવા માટે કર્યો છે કે ખરેખર કોઈ જુગાડુ માણસ જોખમ લઈને જઈ રહ્યો છે એ સ્પષ્ટ નથી થતું.

