Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હરિયાણવી યોગશિક્ષકની કમાલ : એક જ શ્વાસમાં પાણીની અંદર ૮૬ પુશ-અપ્સ સતત મારીને બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

હરિયાણવી યોગશિક્ષકની કમાલ : એક જ શ્વાસમાં પાણીની અંદર ૮૬ પુશ-અપ્સ સતત મારીને બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ

Published : 21 August, 2026 11:02 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અકલ્પનીય રેકૉર્ડ બનાવવા માટે તેમણે સ્વિમિંગ-પૂલના તળિયે જઈને એક પણ વાર શ્વાસ લીધા વિના સતત પુશ-અપ્સ કર્યા હતા. આ સિદ્ધિ માત્ર શારીરિક ક્ષમતાની જ નહીં, શ્વાસ પરના અદ્ભુત નિયંત્રણ-પ્રાણાયામ અને ભારે એકાગ્રતાની પરીક્ષા હતી.

હરિયાણવી યોગશિક્ષકની કમાલ

હરિયાણવી યોગશિક્ષકની કમાલ


ભારતની શારીરિક તાકાત અને યોગાભ્યાસનો ડંકો ફરી એક વાર વિશ્વભરમાં વાગ્યો છે. હરિયાણાના મૂળ વતની અને હાલ વિયેટનામમાં રહેતા ૩૮ વર્ષના યોગશિક્ષક કમલ કલોઈએ પાણીની અંદર શ્વાસ રોકીને સતત ૮૬ જેટલા પુશ-અપ્સ મારીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. 
આ અકલ્પનીય રેકૉર્ડ બનાવવા માટે તેમણે સ્વિમિંગ-પૂલના તળિયે જઈને એક પણ વાર શ્વાસ લીધા વિના સતત પુશ-અપ્સ કર્યા હતા. આ સિદ્ધિ માત્ર શારીરિક ક્ષમતાની જ નહીં, શ્વાસ પરના અદ્ભુત નિયંત્રણ-પ્રાણાયામ અને ભારે એકાગ્રતાની પરીક્ષા હતી. આ રેકૉર્ડ બનાવવા માટે કમલ કલોઈએ લગભગ બે વર્ષ સુધી સખત મહેનત કરી હતી અને તાલીમ લીધી હતી.
ખાસ વાત એ છે કે કમલ કલોઈ માટે ગિનેસ બુકમાં નામ નોંધાવવું કોઈ નવી વાત નથી. આ પહેલાં ૨૦૨૦માં તેઓ પાણીની અંદર ૪ મિનિટ સુધી શ્વાસ રોકીને સતત ૨૧ યોગાસનો કરવાનો તથા પાણીની અંદર ૭૨ ઍરરિંગ્સ એટલે કે હવાનાં ચક્ર બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 11:02 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK