Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્લુ ડ્રમની ગિટાર બનાવી

બ્લુ ડ્રમની ગિટાર બનાવી

Published : 21 February, 2026 01:57 PM | IST | Indo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડોનેશિયાના કલાકારે ડ્રમની વચ્ચે‌ ગિટાર માટેનું ગોળ કાણું પાડ્યું અને પછી એની સાથે લાકડીનું હૅન્ડલ ફિટ કરી દીધું

બ્લુ ડ્રમની ગિટાર

અજબગજબ

બ્લુ ડ્રમની ગિટાર


ઉત્તર પ્રદેશની મુસ્કાને જે રીતે પતિને મારીને નીલા ડ્રમમાં દાટી દીધેલો એ પછીથી ભારતભરના પુરુષો નીલા ડ્રમની વાતે ચોંકી જતા જોવા મળ્યા હતા. હવે જ્યારે આ નીલા ડ્રમની વાતો ધીમે-ધીમે ભુલાઈ રહી છે ત્યારે એક કલાકારે ફરીથી નીલા ડ્રમને ચર્ચામાં લાવી મૂક્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતા દેશી જુગાડ કરનારા ઇન્ડોનેશિયાના કલાકારે પ્લાસ્ટિકના નીલા ડ્રમમાંથી ગિટાર બનાવી છે. તેણે ડ્રમની વચ્ચે‌ ગિટાર માટેનું ગોળ કાણું પાડ્યું અને પછી એની સાથે લાકડીનું હૅન્ડલ ફિટ કરી દીધું. એ પછી સંગીતના સૂર વેરતા તારને ખૂબ કાળજીપૂર્વક લાકડી પર બાંધતાં જ એ ડ્રમ એક શાનદાર ગિટાર બની ગયું. આ બ્લુ ડ્રમ ગિટાર માત્ર દેખાવનું જ નથી. આ કલાકારે એને વગાડી પણ બતાવ્યું છે. આ જુગાડ ૨.૩ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. કોઈકે સાચી જ કમેન્ટ કરી છે કે સુવિધા ઝીરો પણ ટૅલન્ટ શત પ્રતિશત. 


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 01:57 PM IST | Indo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK