ઇન્દોરના બાણગંગા વિસ્તારમાં એક મહિલા સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ લઈને ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી.
તાંત્રિક સાથે પ્રેમ થઈ ગયો અને તેણે પોતાના પતિને છોડીને તેની સાથે ભાગવાનું નક્કી કરી લીધું
ઇન્દોરના બાણગંગા વિસ્તારમાં એક મહિલા સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ લઈને ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. તેના ગુમ થવાની ફરિયાદ પછી તેના પતિ અને પરિવારના સભ્યોએ આપેલાં નિવેદનોમાં અંતર હોવાથી પોલીસને પહેલાં તો લાગ્યું કે કંઈક બીજી ગરબડ છે. તેમણે મહિલાના મોબાઇલના લોકેશનના આધારે ભાગેલી મહિલાને ખોળી કાઢી હતી. જ્યારે ઇન્દોર પોલીસે તેને ભોપાલથી પકડી પાડી ત્યારે તેની પાસે સોનાનાં ઘરેણાં હતાં. જ્યારે તેની પોલીસે કડક પૂછપરછ કરી તો તેણે જે કહ્યું એ અચંબો પમાડે એવું હતું. મહિલા ઘરેલુ સમસ્યાઓથી પરેશાન હતી. તે પતિ સાથે સંબંધો સુધારવા માટે મથી રહી હતી, પરંતુ વાત બનતી નહોતી એટલે તેણે તંત્ર-મંત્રનો સપોર્ટ લીધો. રાકેશ જાટવ નામનો તાંત્રિક તેની પાસે પૂજાવિધિ કરાવવા આવતો હતો. જોકે પૂજા માટે અવારનવાર વાતચીત કરતાં નજદીકી વધી ગઈ. તેને તાંત્રિક સાથે પ્રેમ થઈ ગયો અને તેણે પોતાના પતિને છોડીને તેની સાથે ભાગવાનું નક્કી કરી લીધું.


