આ સ્ક્રીન શૉટમાં દેખાય છે કે સપ્ટેમ્બર મહિનામાં આ ભાઈએ ૩.૧૭ લાખ રૂપિયા અને ઑક્ટોબરમાં ૧.૪૭ લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ જોઈને સાચે જ લાગે છે કે કોઈ પણ ઍપ સુવિધા નહીં, આપણી નવી આદત ન બની જાય એ બાબતે સભાન રહેવું બહુ જરૂરી છે.
વાયરલ થઈ રહેલી તસવીર
૧૦ મિનિટમાં જે માગો એ ઘરના દરવાજે પહોંચાડવાની સર્વિસ આપતી બ્લિન્કિટ, ઝેપ્ટો કે ઇન્સ્ટામાર્ટ જેવી ડિલિવરી ઍપ ક્યારેક તમને શૉપિંગની લત પણ લગાડી દઈ શકે એમ છે. બજાર ગયા વિના ઘેરબેઠાં ખરીદી કરવાની સુવિધાને કારણે લોકો કઈ હદે કંઈ પણ ખરીદવાની લતે ચડી જઈ શકે છે એનો તાજો દાખલો એક ભાઈનો છે. સોશ્યલ મીડિયા પર એક ટેક એક્સપર્ટે પોતાની ઝટપટ ખરીદી કરવાની આદત ક્યારે ટેવ અને વ્યસનમાં તબદીલ થઈ ગઈ છે એની વાત કરી હતી. મનુ અરોરા નામના ટેક્નો-એક્સપર્ટે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર બ્લિન્કિટના બે મહિનાના શૉપિંગના વિવરણનો સ્ક્રીનશૉટ મૂકીને લખ્યું હતું, ‘અરે, હું Blinkitને ધિક્કારું છું.’ આ સ્ક્રીન શૉટમાં દેખાય છે કે સપ્ટેમ્બર મહિનામાં આ ભાઈએ ૩.૧૭ લાખ રૂપિયા અને ઑક્ટોબરમાં ૧.૪૭ લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ જોઈને સાચે જ લાગે છે કે કોઈ પણ ઍપ સુવિધા નહીં, આપણી નવી આદત ન બની જાય એ બાબતે સભાન રહેવું બહુ જરૂરી છે.


