રિપોર્ટ મુજબ આર્યનનું લક્ષ્ય એ છે કે પહેલાં તે પોતાની મહેનતથી થિયેટર-રિલીઝમાં સફળતા મેળવે અને ફિલ્મમેકર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને હવે પોતાના આગામી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે
OTT પર ‘The Ba***ds of Bollywood’થી ડિરેક્ટર તરીકે પોતાની કરીઅરની શરૂઆત કર્યા બાદ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને હવે પોતાના આગામી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. જોકે આ ફિલ્મમાં શાહરુખ નહીં હોય, પણ આર્યન પાસે પપ્પા શાહરુખ સાથે કામ કરવાનો બીજો માસ્ટર પ્લાન તૈયાર છે.
‘The Ba***ds of Bollywood’ પછી આર્યન પોતાનો પહેલો બિગ સ્ક્રીન પ્રોજેક્ટ બનાવવા તૈયાર છે. આ એક એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ હશે અને આવતા વર્ષે એનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મની વાર્તા અને સ્ટારકાસ્ટ સીક્રેટ છે, પણ શાહરુખ આ ફિલ્મમાં લીડ રોલમાં નહીં હોય.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ આર્યનનું લક્ષ્ય એ છે કે પહેલાં તે પોતાની મહેનતથી થિયેટર-રિલીઝમાં સફળતા મેળવે અને ફિલ્મમેકર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવે. આ પછી જ તે પોતાના સુપરસ્ટાર પિતા શાહરુખ ખાનને ડિરેક્ટ કરશે. જો બધું આયોજન મુજબ થયું તો આર્યનના ત્રીજા પ્રોજેક્ટમાં પપ્પા શાહરુખ હશે. જોકે આ પ્રોજેક્ટ શરૂ થતાં ૨૦૨૭ સુધીનો સમય લાગી શકે છે.


