Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇરાકી સંસદસભ્યના ઘરમાંથી મળ્યાં સોનાનાં અન્ડરગાર્મેન્ટ્સ

ઇરાકી સંસદસભ્યના ઘરમાંથી મળ્યાં સોનાનાં અન્ડરગાર્મેન્ટ્સ

Published : 04 July, 2026 02:42 PM | IST | Baghdad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇરાકી સંસદસભ્ય આલિયા નાસિફના ઘરે છાપામારીમાં ૧.૫૫ કરોડ ડૉલર રોકડા અને સોનાનાં ઘરેણાં સાથે કીમતી સામાન મળી આવ્યો હતો

આ લૉન્જરી-સેટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે

અજબ ગજબ

આ લૉન્જરી-સેટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે


ઇરાકમાં ભ્રષ્ટાચાર સામે સ્થાનિક જનતાનો વિરોધ વધી રહ્યો હોવાથી સરકારે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી અંતર્ગત અનેક નેતાઓના ઘરમાંથી ચલણી નોટો, લક્ઝરી સામાન અને સોનાના દાગીના મળી રહ્યા છે. જોકે એક સંસદસભ્યના ઘરે દરોડો પાડતાં જે મળ્યું એ ચોંકાવનારું છે. ઇરાકી સંસદસભ્ય આલિયા નાસિફના ઘરે છાપામારીમાં ૧.૫૫ કરોડ ડૉલર રોકડા અને સોનાનાં ઘરેણાં સાથે કીમતી સામાન મળી આવ્યો હતો. આ સામાનમાં પીળા રંગનો લૉન્જરી-સેટ પણ હતો. એની તપાસ કરતાં એ સોનાનો જ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સોનાની બ્રેસિયર અને થૉન્ગ જેવી પૅન્ટી સોનાના બારીક નકશીકામ દ્વારા ઘડવામાં આવી હતી અને એને એક અત્યંત મોંઘા અને સજાવેલા જ્વેલરી-બૉક્સમાં રાખવામાં આવી હતી. આ લૉન્જરી-સેટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 02:42 PM IST | Baghdad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK