ઝારખંડના જમશેદપુરમાં આદિવાસી સંસ્કૃતિની ભુલાઈ રહેલી કળાને જીવંત કરવા માટે ગંગુનાં સૂકાં પાનમાંથી ટોપી બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. સળીઓથી પાન સીવીને બનતી આ ટોપીથી આદિવાસી બહેનોને રોજગારની તક મળશે.
આદિવાસી બહેનો
ઝારખંડના જમશેદપુરમાં આદિવાસી સંસ્કૃતિની ભુલાઈ રહેલી કલાને ફરીથી જીવંત કરવા માટે સ્થાનિક સરકારે નવું અભિયાન શરૂ કર્યું છે. અહીં સૂકા ગંગુના પાનને સળીઓથી સીવીને ખાસ ટોપી બનાવવામાં આવે છે. આદિવાસી બહેનોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે ગંગુ નામના વૃક્ષના પાનને સૂકવીને એમાંથી કૅપ બનાવવાનો ટૂરિઝમનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
