માટીમાં પણ વીજળી પેદા કરવાની ક્ષમતા છે એવું તાજેતરમાં જપાનના રિસર્ચરોએ પ્રયોગ કરીને તારવ્યું છે. સાતોશી નાકાગાવા નામના એક એન્જિનિયરે માટી અને ખાતરમાંથી વીજળી પેદા કરવાની સિસ્ટમ તૈયાર કરી છે. એ સિસ્ટમથી ૮૦૦ LED લાઇટ ચાલે છે.
લાકડીના બૉક્સમાં ભરેલી માટીમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરવાનો સફળ પ્રયોગ કર્યો
માટીમાં પણ વીજળી પેદા કરવાની ક્ષમતા છે એવું તાજેતરમાં જપાનના રિસર્ચરોએ પ્રયોગ કરીને તારવ્યું છે. સાતોશી નાકાગાવા નામના એક એન્જિનિયરે માટી અને ખાતરમાંથી વીજળી પેદા કરવાની સિસ્ટમ તૈયાર કરી છે. એ સિસ્ટમથી ૮૦૦ LED લાઇટ ચાલે છે. આ માટે ૧૫૦૦ લાકડીના બૉક્સમાં માટી અને ખાતર મેળવીને એક યુનિટ તૈયાર કર્યું છે. સાતોશી નાકાગાવાએ માટીની અંદર ઝિન્ક અને કૉપરના ઇલેક્ટ્રૉડ્સ લગાવ્યાં છે જે માટીમાં રહેલા ભેજ અને આયર્નની મદદથી થોડીક માત્રામાં વીજળી પેદા કરે છે. ૨૦૦૦ બૉક્સમાંથી ૧૦૦ વૉટ વીજળી પેદા થઈ શકે એટલી સફળતા આ એન્જિનિયરભાઈને મળી ગઈ છે. આટલી વીજળીથી ઇલેક્ટ્રિક કુકર, LED બલ્બ અને મોબાઇલ ચાર્જિંગ થઈ શકે છે. સાતોશીભાઈ આ શોધ પાછળ લાગેલાં છે, એનો ઉદ્દેશ જ્યાં વીજળી પહોંચાડવામાં મુશ્કેલી પડે છે એવાં અંતરિયાળ ગામોને વીજળી બાબતે આત્મનિર્ભર કરવાનો છે. કુદરતી આફતોના સમયમાં પવનચક્કી કે સૌરઊર્જા પર નિર્ભર રહી શકાય એમ ન હોય ત્યારે માટીમાંથી મળતી વીજળી ખૂબ કામ લાગી શકે છે.
