અચાનક થયેલા હુમલાથી છોકરી પડી ગઈ અને શ્વાનોએ તેને બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિહારના રાંચીમાં રખડુ કૂતરાઓએ તેમને જ ખાવાનું આપતી પ્રાણીપ્રેમી કન્યા પર હુમલો કરી દીધો હતો. વાત એમ હતી કે તે રોજની જેમ રખડુ કૂતરાઓને ખાવાનું ખવડાવવા નીકળી હતી. જોકે એ જ વખતે બીજા વિસ્તારનો શ્વાન આવી પહોંચ્યો અને તેણે છોકરી પર હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાથી છોકરી પડી ગઈ અને શ્વાનોએ તેને બચકાં ભરવાનું શરૂ કરી દીધું હતું. જોકે તેની ચીસો સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને તરત તેને હૉસ્પિટલ લઈ ગયા. તેનો જીવ બચી ગયો હતો.

