ફારાહ ખાને હાલમાં બાબા રામદેવના આશ્રમની મુલાકાત લીધી હતી એ દરમ્યાન તેમની સરખામણી સુપરસ્ટાર સાથે કરી
ફારાહ ખાને હાલમાં બાબા રામદેવના આશ્રમની મુલાકાત લીધી હતી
ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાને પોતાના કુકિંગ વ્લૉગ માટે હરિદ્વારના બાબા રામદેવના આશ્રમની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. ફારાહ ખાને આ વાતચીત દરમ્યાન બાબા રામદેવની તુલના સલમાન ખાન સાથે કરી હતી.
આશ્રમની મુલાકાત દરમ્યાન બાબા રામદેવે પર્સનલી ફારાહને વિશાળ મેદાનોની આસપાસ બનેલાં ધ્યાન-કેન્દ્ર, સુંદર કૉટેજ અને વિશ્રામ તેમ જ આધ્યાત્મિક વિકાસ માટે રચાયેલાં શાંત સ્થળો બતાવ્યાં હતાં. એ દરમ્યાન બાબા રામદેવે કહ્યું કે અમે લોકોને રહેવા માટે મહેલ બનાવ્યો છે અને મારા માટે ઝૂંપડી. એ સાંભળીને ફારાહે મજાકમાં બાબા રામદેવની તુલના સલમાન ખાન સાથે કરી હતી. ફારાહે કહ્યું હતું કે ‘...તો તમે અને સલમાન ખાન એકસરખા છો. તે પણ વન BHKમાં રહે છે અને બધા માટે મહેલ બનાવડાવે છે.’
ADVERTISEMENT
એ સાંભળીને બાબા રામદેવે હસતાં-હસતાં સહમતી દર્શાવી અને કહ્યું હતું હા, આ વાત તો સાચી છે.

