જોધપુરમાં શ્રાવણના પ્રથમ સોમવારે યોજાયેલા મિર્ચીવડા મહોત્સવમાં હજારો લોકોએ ભાગ લીધો. માત્ર પાંચ કલાકમાં ૬૩ હજાર મિર્ચીવડા ખવાઈ ગયા, જ્યારે ૩૧ કિલોનું વિશાળ મિર્ચીવડું ખાસ આકર્ષણ બન્યું.
જોધપુરવાસીઓ પાંચ કલાકમાં ૬૩,૦૦૦ મિર્ચીવડા ઝાપટી ગયા
જોધપુરમાં શ્રાવણના પહેલા સોમવારે મિર્ચીવડાનો મહોત્સવ યોજાયો હતો. છેલ્લાં ૩૦ વર્ષથી દર વર્ષે અહીં મિર્ચીવડાને સમર્પિત ઇવેન્ટ યોજાય છે. જોધપુરવાસીઓનો મિર્ચીવડા માટેનો પ્રેમ અનોખો છે. અહીં રોજ ૧ લાખ મિર્ચીવડા વેચાય છે અને નાની-મોટી થઈને ૧૦૦૦ દુકાનોમાં એ વેચાય છે. શ્રાવણિયા સોમવારે જોધપુરના અશોક ઉદ્યાનમાં યોજાયેલા મિર્ચીવડા મહોત્સવમાં ભાગ લેવા હજારો લોકો આવ્યા હતા. સાંજે પાંચ જ કલાક ચાલેલી આ ઇવેન્ટમાં ૬૩,૦૦૦ મિર્ચીવડા લોકો ઝાપટી ગયા હતા. અહીં ૩૧ કિલોનું એક મિર્ચીવડું પણ બન્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ વડું બનાવવા માટે ૩ કલાક લાગ્યા હતા.
