Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ ભલે જેલમાં હોય, જોધપુરની દુકાનમાં તેનું જૅકેટ ખૂબ ફેમસ છે

ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ ભલે જેલમાં હોય, જોધપુરની દુકાનમાં તેનું જૅકેટ ખૂબ ફેમસ છે

Published : 23 November, 2026 04:08 PM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઠંડી આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં ઑરેન્જ ટિન્ટ ધરાવતું બ્લૅક જૅકેટ ધૂમ વેચાઈ રહ્યું છે. 

જોધપુરની દુકાનમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું જૅકેટ ફેમસ

અજબ ગજબ

જોધપુરની દુકાનમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું જૅકેટ ફેમસ


બિશ્નોઈ ગૅન્ગનો કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ વર્ષોથી જેલના સળિયા પાછળ છે, પરંતુ તેની ગૅન્ગ આએ દિન ધમકીઓ આપીને ચર્ચામાં રહે છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હત્યા, ખંડણી, અપહરણ અને સંગઠિત ગુનાખોરીના અનેક કેસોમાં સંડોવાયેલો લૉરેન્સ બિશ્નોઈ પહેલાં રાજસ્થાનની જેલમાં હતો. ૨૦૨૩થી અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપતો લૉરેન્સ બિશ્નોઈ તાજેતરમાં સાવ જુદાં જ કારણોસર ચર્ચામાં છે. લૉરેન્સનો એક ફોટો જે ખૂબ વાઇરલ છે જેમાં તેણે અંદરથી ઑરેન્જ અને બહારથી બ્લૅક કલરનું હોય એવું જૅકેટ પહેરેલું છે. જોધપુરની એક દુકાને લૉરેન્સ બિશ્નોઈના નામ સાથે આ જૅકેટ વેચવાનું શરૂ કર્યું છે. તેની ઓળખનો પર્યાય બની ગયેલું આ જૅકેટ સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થઈ ગયું છે. ઠંડી આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં ઑરેન્જ ટિન્ટ ધરાવતું બ્લૅક જૅકેટ ધૂમ વેચાઈ રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 04:08 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK