કર્ણાટરક રાજ્ય રોડ પરિવહનની આ બસ કલબુર્ગીથી લગભગ ૯૦ કિલોમીટર દૂર ચિંચોલી જઈ રહી હતી
હેડલાઇટ વિના રાતે બસ ચલાવવાથી ઍક્સિડન્ટ થયો હોત અને જાનહાનિ થઈ હોત તો એ માટે કોણ જવાબદાર હોત?
કર્ણાટકમાં સરકારી બસના ડ્રાઇવરે લાપરવાહી કરીને ડઝનબંધ મુસાફરોનાં જીવ જોખમમાં મૂક્યા હતા. એને કારણે ૩ જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વાત એમ હતી કે આ બસમાં હેડલાઇટ ખરાબ થઈ ગઈ હોવાથી આગળનો રસ્તો દેખાઈ નહોતો રહ્યો. એવામાં ડ્રાઇવરે કન્ડક્ટર અને અન્ય લોકોની મદદ લઈને મોબાઇલ ટોર્ચનો સહારો લીધો. લોકોએ મોબાઇલ ટોર્ચ ચાલુ કરીને આગળનો રસ્તો ઝાંખોપાંખો દેખાય એવી હંગામી વ્યવસ્થા કરીને પણ બસ ચલાવ્યે રાખી હતી. કર્ણાટરક રાજ્ય રોડ પરિવહનની આ બસ કલબુર્ગીથી લગભગ ૯૦ કિલોમીટર દૂર ચિંચોલી જઈ રહી હતી. આ રૂટ પર દિવસની છેલ્લી બસ હોવાથી એને રદ કરી દેવાય તો પ્રવાસીઓ રઝળી પડે એમ હતા. એટલે ડ્રાઇવર અને કન્ડક્ટરે મોબાઇલ ટોર્ચના સહારે બસ ચલાવી હતી. જો બસમાં કોઈ પણ ગરબડ હોય તો એને રાતના અંધારામાં ચલાવવાનું જોખમી છે. એમ છતાં મોબાઇલના અજવાળે બસ ચલાવવામાં આવી એ ઘટનાનો વિડિયો વાઇરલ થયો. હેડલાઇટ વિના રાતે બસ ચલાવવાથી ઍક્સિડન્ટ થયો હોત અને જાનહાનિ થઈ હોત તો એ માટે કોણ જવાબદાર હોત? આ બેદરકારી બદલ કર્ણાટક પોલીસે ડ્રાઇવર, કન્ડક્ટર સહિત કુલ ત્રણ જણની ધરપકડ કરી હતી.
