Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૫,૦૦૦ રૂપિયાની સૅલરી ધરાવતા યુવકના નામે ૩૫૦ કરોડ રૂપિયાના GSTનાં ટ્રાન્ઝૅક્શન થયાં

૧૫,૦૦૦ રૂપિયાની સૅલરી ધરાવતા યુવકના નામે ૩૫૦ કરોડ રૂપિયાના GSTનાં ટ્રાન્ઝૅક્શન થયાં

Published : 18 November, 2026 02:22 PM | Modified : 18 November, 2026 02:48 PM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોશનનો પગાર માત્ર ૧૫,૦૦૦ રૂપિયા છે. રોશનના પિતા રોજમજૂર તરીકે કામ કરે છે. કેન્દ્રીય GST-અધિકારી જ્યારે રોશનના આધાર કાર્ડના આધારે તેના રહેઠાણ પર તપાસ માટે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે રોશનના નામે કોઈ ત્રીજી જ પાર્ટીએ ફ્રૉડ કર્યું હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કર્ણાટકના બેલ્લારીમાં કારના શોરૂમમાં કામ કરતા એક સેલ્સમૅન રોશન જમીલ નામના યુવકના નામે ૩૫૦ કરોડ રૂપિયાના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. રોશનનો પગાર માત્ર ૧૫,૦૦૦ રૂપિયા છે. રોશનના પિતા રોજમજૂર તરીકે કામ કરે છે. કેન્દ્રીય GST-અધિકારી જ્યારે રોશનના આધાર કાર્ડના આધારે તેના રહેઠાણ પર તપાસ માટે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે રોશનના નામે કોઈ ત્રીજી જ પાર્ટીએ ફ્રૉડ કર્યું હતું. તેના નામ પર GST નંબર લેવામાં આવ્યો હતો અને કોઈ બિઝનેસ ચાલતો હતો એની રોશન અને તેના પિતાને ખબર પણ નહોતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને રોશનના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ-અધિકારીએ હવે GST ટ્રાન્ઝૅક્શનની વિગતો તપાસીને આગળ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 02:48 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK