કાશ્મીરની એક કન્યા સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે જાતજાતના અખતરા કરતી જોવા મળે છે. ડાન્સની શોખીન ઉષા નાગવંશી નામની કન્યા ક્યારેક ઢોળાવવાળા છાપરા પર ચડીને બૉલીવુડનાં ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે તો ક્યારેક પાણીની ટાંકી પર ચડી જાય છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
કાશ્મીરની એક કન્યા સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે જાતજાતના અખતરા કરતી જોવા મળે છે. ડાન્સની શોખીન ઉષા નાગવંશી નામની કન્યા ક્યારેક ઢોળાવવાળા છાપરા પર ચડીને બૉલીવુડનાં ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે તો ક્યારેક પાણીની ટાંકી પર ચડી જાય છે. તાજેતરમાં તે કાશ્મીરની હસીન વાદીઓ વચ્ચે વૃક્ષ પર ચડીને ડાન્સ કરે છે. પાનખરને કારણે પાન ખરી ગયેલાં હોય એવા વૃક્ષના પાતળા થડ પર તે સંતુલન રાખીને ઊભી છે અને બૉલીવુડના ‘ઝલ્લા વલ્લાહ... ’ ગીત પર ડાન્સ કરે છે. આ પાતળા થડ પર ઊભા રહેવું એ જ ચૅલેન્જ છે. તેને ડાન્સ કરતી જોઈને કેટલાકને કન્યાની બહાદુરી નજરે પડી તો કેટલાકને કાશ્મીરનું સૌંદર્ય વધુ ગમ્યું.

