કેરલામાં રેશમા સુરેશ નામની એક મહિલાએ પણ પોતાની દીકરીને પહેલી વાર પિરિયડ્સ આવ્યા એ ઘટનાને સ્ત્રીત્વમાં પગરણ માંડવાની પ્રક્રિયા તરીકે ઊજવી હતી
પરંપરાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો
માસિકધર્મને લઈને હવે સમાજ ઘણું ખુલ્લાપણું દાખવતો થયો છે. એટલું જ નહીં, આ ઘટના છુપાવવાની નહીં પરંતુ સેલિબ્રેટ કરવાની છે. કેરલામાં રેશમા સુરેશ નામની એક મહિલાએ પણ પોતાની દીકરીને પહેલી વાર પિરિયડ્સ આવ્યા એ ઘટનાને સ્ત્રીત્વમાં પગરણ માંડવાની પ્રક્રિયા તરીકે ઊજવી હતી. આ માટે તેમણે પરંપરાગત વિધિ કરી હતી અને એ પરંપરાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો જેણે અનેક લોકોનાં દિલ જીતી લીધાં હતાં. વિડિયોમાં જોઈ શકાય છે કે દીકરીને પરંપરાગત વસ્ત્રો પહેરાવીને તેને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. એ પછી પરિવારજનો છોકરીને ફૂલની માળા પહેરાવે છે અને આરતી ઉતારે છે. એ પછી છોકરીના શરીર પર હળદરનો લેપ લગાવવામાં આવે છે. એ શુદ્ધતા અને જીવનના નવા ચરણની શરૂઆતનું પ્રતીક છે. એ પછી છોકરી તૈયાર થઈને આવે છે અને પરિવારજનો તેને મીઠાઈ ખવડાવે છે.


