Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોડ પર પડેલી મળેલી લૉટરીની ટિકિટે નસીબ ચમકાવ્યું, એમાંથી મળ્યું ૨૦ કરોડ રૂપિયાનું ઇનામ

રોડ પર પડેલી મળેલી લૉટરીની ટિકિટે નસીબ ચમકાવ્યું, એમાંથી મળ્યું ૨૦ કરોડ રૂપિયાનું ઇનામ

Published : 11 March, 2026 11:43 AM | IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક રિટાયર્ડ પોલીસે દાવો કર્યો હતો કે તેણે ખરીદેલી લૉટરીની ટિકિટ ખોવાઈ ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેરલા હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. વાત એમ હતી કે એક રિટાયર્ડ પોલીસે દાવો કર્યો હતો કે તેણે ખરીદેલી લૉટરીની ટિકિટ ખોવાઈ ગઈ હતી અને એ જ ટિકિટ પર ૨૦ કરોડ રૂપિયાનું પહેલું બમ્પર ઇનામ લાગ્યું હતું. ક્રિસમસ બમ્પર લૉટરીનો ડ્રૉ ૨૪ જાન્યુઆરી થયો હતો. એમાં પહેલું ઇનામ ૨૦ કરોડ રૂપિયાનું હતું અને એનો ટિકિટ-નંબર હતો XC 138455. એર્નાકુલમની એક વ્યક્તિએ આ ટિકિટ તિરુવનંતપુરમમાં આવેલી લૉટરીની ઑફિસમાં જમા કરાવીને આ રકમ માટે દાવો કર્યો હતો. આ ભાઈ એર્નાકુલમમાં એક ટ્રાવેલ કંપની ચલાવે છે અને તેમને આ ટિકિટ રસ્તા પરથી મળી હતી. જોકે આ ટિકિટ જેણે ખરીદી હતી તે રિટાયર્ડ પોલીસ-અધિકારીએ એ ટિકિટ પોતે ખરીદી હોવાથી એ પુરસ્કાર તેને મળવો જોઈએ એવો દાવો કર્યો હતો. કેરલા હાઈ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો હતો કે ટિકિટ જેણે પણ ખરીદી હોય, પરંતુ ઇનામ તો એને જ મળે જેણે લૉટરીની ઑફિસમાં એ ટિકિટ રજૂ કરી હોય. આમ રસ્તા પરથી ઉઠાવેલી લૉટરીની ટિકિટથી ટ્રાવેલ કંપનીના ઓનરનું નસીબ ચમકી ગયું. 


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 11:43 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK