હરાજીના આયોજકોનું કહેવું હતું કે આ કોઈ સામાનની કિંમત નથી લગાવી રહ્યા, પરંતુ તમારી ઈરાનવાસીઓ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છો.
લેહમાં હરાજીમાં એક ઈંડું વેચાયું ૨૫,૦૦૦ રૂપિયામાં અને મરઘો વેચાયો સવા લાખ રૂપિયામાં
માર્કેટમાં એક ઈંડાની કિંમત દસથી ૨૦ રૂપિયા હશે, પરંતુ લેહમાં એક બોલીમાં એક ઈંડું ૨૫,૦૦૦ રૂપિયામાં વેચાયું હતું. આ કોઈ ખોટા દેખાડા માટે નહોતું, માનવતાના ધોરણે મદદ કરવાના હેતુથી થયેલી હરાજી હતી. ઈરાનમાં યુદ્ધથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે લેહ અને લદ્દાખવાસીઓએ દિલ ખોલીને દાન કર્યું છે. ઈરાનના લોકોને દાન કરવા માટે એક ખાસ હરાજીનું આયોજન થયું હતું. એમાં સામાન્ય ચીજો વેચાવા નીકળી હતી, પરંતુ એ વેચાણની રકમ ઈરાનને મદદ માટે પહોંચવાની હતી. શબ્બીર હુસૈન નામના એક માણસે એક ઈંડા માટે ૨૫,૦૦૦ રૂપિયાની બોલી લગાવી હતી તો બીજી એક વ્યક્તિએ સવા લાખ રૂપિયામાં એક મરઘો ખરીદ્યો હતો. હરાજીના આયોજકોનું કહેવું હતું કે આ કોઈ સામાનની કિંમત નથી લગાવી રહ્યા, પરંતુ તમારી ઈરાનવાસીઓ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છો.
