ચીની કલાકાર લાન્ગ જૂનનું હાઇપર રિયલિસ્ટિક ઑઇલ પેઇન્ટિંગ જોઈને લોકો તેને ફોટોગ્રાફ સમજી લે છે. વાળ, સ્વેટરની ગૂંથણી અને સ્કિન ટેક્સ્ચરનું બારીક કામ તેમની કળાની ખાસિયત છે. તેમના ચિત્રો વાસ્તવિકતાની નજીક લાગે છે.
આ ફોટોગ્રાફ નહીં, પણ પેઇન્ટિંગ છે
પહેલી નજરે ઊનની બારીક ગૂંથણીવાળું સ્વેટર પહેરેલી છોકરીનો ફોટોગ્રાફ હોય એવું લાગે છે; પરંતુ ઝૂમ કરીને જોશો તો ખબર પડશે કે આ ફોટોગ્રાફ નથી, હાઇલી રિયલિસ્ટિક લાગે એવું પેઇન્ટિંગ છે. એની વાળની લટો, સ્વેટરના તાણાવાળા અને સ્કિનનું ટેક્સ્ચર જોઈને કોઈ કહી શકે જ નહીં કે આ પેઇન્ટિંગ છે; પરંતુ હકીકતમાં આ ચીની કલાકાર લાન્ગ જૂનનું ઑઇલ-પેઇન્ટિંગ છે. લાન્ગે આવાં અઢળક ચિત્રો દોર્યાં છે જેમાં એટલું બારીક કામ થયેલું હોય છે કે લોકો એને ફોટોગ્રાફ જ સમજી લે છે.
