Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બર્થ-ડે પાર્ટી ન આપી એટલે એક વકીલે બીજા વકીલને ફટકારી ૪૧,૨૫૦ રૂપિયાની લીગલ નોટિસ

બર્થ-ડે પાર્ટી ન આપી એટલે એક વકીલે બીજા વકીલને ફટકારી ૪૧,૨૫૦ રૂપિયાની લીગલ નોટિસ

Published : 05 September, 2026 10:44 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બર્થ-ડે પાર્ટી ન આપી એટલે એક વકીલે બીજા વકીલને ફટકારી ૪૧,૨૫૦ રૂપિયાની લીગલ નોટિસ, માનસિક ત્રાસ અને હૉસ્પિટલના ખર્ચનો હિસાબ માગ્યો, અહીં એક વકીલે બર્થ-ડે પાર્ટી ન આપવા બદલ પોતાના જ વકીલમિત્રને લીગલ નોટિસ ફટકારી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મિત્રો વચ્ચે બર્થ-ડે કે સક્સેસ-પાર્ટીને લઈને મજાક-મસ્તી થવી, તકરાર થવી કે થોડા દિવસ માટે બોલચાલ બંધ થઈ જવી એ તો સાવ સામાન્ય બાબત છે. જોકે મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને અદાલતના વકીલો પણ માથું ખંજવાળવા લાગ્યા છે. અહીં એક વકીલે બર્થ-ડે પાર્ટી ન આપવા બદલ પોતાના જ વકીલમિત્રને લીગલ નોટિસ ફટકારી દીધી છે.
ઘટના કંઈક એવી છે કે દમોહ જિલ્લા-અદાલતના જાણીતા ઍડ્વોકેટ ગોવિંદ તિવારીનો જન્મદિવસ હતો. કોર્ટના બારરૂમમાં ઉજવણી થયા પછી તેમણે પોતાના ખાસ મિત્ર અને ઍડ્વોકેટ વિશાલ રાજપૂત સહિતના મિત્રોને પાર્ટી આપવાનું વચન આપ્યું હતું. એટલું જ નહીં, મિત્રોના દબાણ બાદ તેમણે લેખિતમાં ચોક્કસ તારીખે પાર્ટી આપવાની ખાતરી આપી હતી.
જે દિવસે પાર્ટી નક્કી થઈ હતી એ દિવસે વિશાલ અને તેમના મિત્રો ખૂબ ખુશ હતા, પરંતુ આખો દિવસ અને મોડી રાત સુધી રાહ જોયા છતાં ગોવિંદ તિવારીનો ફોન જ ન આવ્યો.
નિરાશ થઈને વિશાલ રાજપૂતે મોડી રાત્રે બહારનું ખાણું ખાધું, જેનાથી તેમની તબિયત લથડી ગઈ અને તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
બસ, પછી તો વકીલસાહેબનો પિત્તો ગયો. તેમણે મિત્ર ગોવિંદ તિવારીને વાયદા-ખિલાફી અને માનસિક ત્રાસ આપવા બદલ લીગલ નોટિસ મોકલીને ૪૧,૨૫૦ રૂપિયાના વળતરની માગણી કરી નાખી. તેમણે હિસાબ આપતાં જણાવ્યું કે પાર્ટી ન મળતાં રેસ્ટોરાંમાં ખાવાના ૧૭૫૦ રૂપિયા અને તબિયત બગડતાં હૉસ્પિટલના ઇલાજનો ૩૯,૫૦૦ રૂપિયાનો ખર્ચ ગોવિંદ તિવારીએ ચૂકવવો પડશે. મિત્રો વચ્ચેની પાર્ટીનો આ કાનૂની ડ્રામા હાલ આખા પ્રદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 10:44 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK