લિબિયામાં લાંબી સિવિલ વૉરનો અંત આવતાં વર્ષો વીતી ગયાં હોવાથી વેપારીનું શિપમેન્ટ છેક હવે પહોંચ્યું હતું
વેપારીએ આ શિપમેન્ટના અનબૉક્સિંગનો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો
લિબિયાના ત્રિપોલી શહેરમાં એક વેપારીએ ૨૦૧૦માં નોકિયા ફોનનો જથ્થાબંધ ઑર્ડર આપ્યો હતો. જોકે એ વર્ષે યુદ્ધ અને અસ્થિરતાનો માહોલ હોવાથી ફોનનું પાર્સલ તેને મળ્યું જ નહીં. જોકે તાજેતરમાં ૧૬ વર્ષ પછી વેપારીને નોકિયા મોબાઇલ ફોનનું શિપમેન્ટ ડિલિવર થયું.
વેપારીએ આ શિપમેન્ટના અનબૉક્સિંગનો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. એ બૉક્સ ખોલતાં જ એની અંદરથી નોકિયા ફોનના હાલમાં જુનવાણી ગણાય એવા ફોન નીકળ્યા હતા. આ ફોન એ જમાનામાં સ્ટેટસ અને લેટેસ્ટ ટેક્નૉલૉજીના ગણાતા હતા.
ADVERTISEMENT
લિબિયામાં લાંબી સિવિલ વૉરનો અંત આવતાં વર્ષો વીતી ગયાં હોવાથી વેપારીનું શિપમેન્ટ છેક હવે પહોંચ્યું હતું. નવાઈની વાત એ છે કે આ શિપમેન્ટ મોકલનાર અને જેના નામે મોકલવામાં આવ્યું હતું એ બન્ને વેપારીઓ ત્રિપોલી શહેરમાં જ રહેતા હતા અને તેમની ઑફિસ એકબીજાથી ગણતરીના કિલોમીટર દૂર હતી. એવું કહેવાય છે કે આ શિપમેન્ટ કદાચ દુનિયાનું ચક્કર લગાવીને આવ્યું હશે. આજે મોટી સંખ્યામાં મળેલા નોકિયાના ફોનની કોઈ કિંમત નથી રહી.


