વિમેન્સ પ્રીમિયર લીગમાં ગઈ કાલે દિલ્હી એની સતત બીજી મૅચ હારી ગયું હતું. ગુજરાતે પહેલી બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૨૦૯ રન કર્યા હતા, જેના જવાબમાં દિલ્હીએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૫ રન કર્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હી કૅપિટલ્સની સતત બીજી હાર : ગુજરાત જાયન્ટ્સ સામે ૪ રનથી પરાજય
વિમેન્સ પ્રીમિયર લીગમાં ગઈ કાલે દિલ્હી એની સતત બીજી મૅચ હારી ગયું હતું. ગુજરાતે પહેલી બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૨૦૯ રન કર્યા હતા, જેના જવાબમાં દિલ્હીએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. ગુજરાત વતી સોફી ડિવાઇને ૪૨ બૉલમાં ૮ સિક્સ અને ૭ ફોર ફટકારીને ૯૫ રન કર્યા હતા. દિલ્હીની બોલર નંદિની શર્માએ હૅટ-ટ્રિક લઈને તરખાટ મચાવ્યો હતો. તેણે ૪ ઓવરમાં ૩૩ રન આપીને કુલ પાંચ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કૅપિટલ્સને પોતાની ૫૦ રનની સૌથી મોટી હાર મળી હતી. મુંબઈએ ૧૯૫/૪ રનનો સ્કોર કર્યો હતો. દિલ્હી સામે કોઈ પણ ટીમે કરેલો આ સૌથી મોટો સ્કોર હતો.
જેમિમા રૉડ્રિગ્સ કૅપ્ટન તરીકે પોતાની પહેલી મૅચમાં ૩ બૉલમાં એક રન કરીને કૅચઆઉટ થઈ હતી. મુંબઈએ સૌથી વધુ ૭ વખત હરીફ ટીમને ઑલઆઉટ કરી હતી અને દિલ્હી પણ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૭ વખત ઑલઆઉટ થનાર ટીમ બની છે.
આજથી શરૂ થશે વિજય હઝારે ટ્રોફીનો રોમાંચક નૉકઆઉટ રાઉન્ડ
ક્રિકેટ બોર્ડના બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં આજથી વિજય હઝારે ટ્રોફીનો રોમાંચક નૉકઆઉટ રાઉન્ડ શરૂ થશે. આજે અને આવતી કાલે બે-બે ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે. આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કર્ણાટક સામે મુંબઈની ટક્કર થશે જ્યારે હજી એક ક્વૉર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની ટક્કર થશે. આવતી કાલે દિલ્હી અને વિદર્ભ વચ્ચે તથા પંજાબ અને મધ્ય પ્રદેશ વચ્ચે ક્વૉર્ટર ફાઇનલ રમાશે.


