Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગડચિરોલીના ગામમાં દારૂ વેચનારાઓને ૨૦,૦૦૦ રૂપિયા દંડ

ગડચિરોલીના ગામમાં દારૂ વેચનારાઓને ૨૦,૦૦૦ રૂપિયા દંડ

Published : 25 March, 2026 02:09 PM | IST | Gadchiroli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગડચિરોલીના ગામમાં દારૂ વેચનારાઓને ૨૦,૦૦૦ રૂપિયા અને દારૂ પીને પત્નીને મારનારાઓને ૧૦૦૦ રૂપિયાનો દંડ

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરહદ પર આવેલા ગડચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકાના માત્ર ૧૭૦૦ આદિવાસીઓની વસ્તી ધરાવતા બામણપલ્લી ગામે એક નેત્રદીપક પહેલ શરૂ કરી છે. એણે દારૂબંધીને લઈને એક કડક અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. ગામમાં શાંતિ જળવાય અને વિકાસનાં કાર્યો વેગવંતાં બને એ માટે ગ્રામસભાએ દારૂનું વેચાણ કરનારાઓને અને દારૂ પીને પત્નીની મારઝૂડ કરનારાઓને ભારે દંડ ફટકારવાનું નક્કી કર્યું છે.

ગયા રવિવારે યોજાયેલી ગ્રામસભામાં બામણપલ્લી ગામના પુખ્ત વયના તમામ નાગરિકોએ એકઠા થઈને એને દારૂમુક્ત ઝોન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો અને એના અમલીકરણ માટે કડક કાયદા ઘડી કાઢ્યા હતા. 



આ નવા નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતી પકડાશે તો તેને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ શરાબ પીને પોતાની પત્નીની મારઝૂડ કરશે અથવા ગામમાં હંગામો મચાવશે તો તેને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ગેરકાયદે દારૂ વેચનારાઓને આશરો આપશે અથવા તેમને મદદ કરશે તેમણે પણ ૨૦૦૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.


આ કડક નિયમોના અમલીકરણ માટે ગામમાં એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. જે વ્યક્તિ ગામની સમિતિને દારૂના વેચાણ વિશે ગુપ્ત માહિતી આપશે તેને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. 

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ દંડ દ્વારા એકઠી કરવામાં આવેલી તમામ રકમનો ઉપયોગ ગામનાં સાર્વજનિક વિકાસકામો અને લોકહિત માટે કરવામાં આવશે. આ ભંડોળમાંથી શાળાનું સમારકામ, આરોગ્યકેન્દ્રની સુવિધાઓમાં વધારો, રસ્તાઓની મરમ્મત અને ગામનું સાર્વજનિક સુશોભન જેવાં કાર્યો હાથ ધરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 02:09 PM IST | Gadchiroli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK