આર્ટ તો હંમેશાં નાજુક જ હોય એવું કોણે કહ્યું? લંડનસ્થિત નિઆલ શુક્લા નામનો આર્ટિસ્ટ ક્રૅક્ડ ગ્લાસ આર્ટ માટે ફેમસ છે. નિઆલ અદ્ભુત હ્યુમન પોર્ટ્રેટ્સ બનાવે છે.
અજબગજબ
મોટી કાચની શીટ પર તે એવી રીતે હથોડીના ફટકા મારે છે કે એમાંથી હ્યુમન ફેસ રચાય છે.
આર્ટ તો હંમેશાં નાજુક જ હોય એવું કોણે કહ્યું? લંડનસ્થિત નિઆલ શુક્લા નામનો આર્ટિસ્ટ ક્રૅક્ડ ગ્લાસ આર્ટ માટે ફેમસ છે. નિઆલ અદ્ભુત હ્યુમન પોર્ટ્રેટ્સ બનાવે છે. સામાન્ય રીતે આર્ટવર્ક કે પેઇન્ટિંગ તૈયાર કરવા પીંછી અને રંગ જોઈએ, પણ નિઆલના ખજાનામાં અલગ-અલગ સાઇઝની હથોડીઓ, કરવત અને કાચ તોડવાનાં હથિયારનો સમાવેશ થાય છે. યુનિક સ્કલ્પ્ચર્સ બનાવવા માટે જાણીતો આ આર્ટિસ્ટ કાચમાં પડતી તિરાડને પણ ચહેરામાં તબદિલ કરવાની ક્ષમતા ધરાવે છે. મોટી કાચની શીટ પર તે એવી રીતે હથોડીના ફટકા મારે છે કે એમાંથી હ્યુમન ફેસ રચાય છે. એક સ્ટ્રોકમાં સહેજ અમસ્તી ભૂલ થાય તો આખું પોર્ટ્રેટ બગડી જાય. આ કળા તેણે પોતે જ ટ્રાયલ અને એરરથી વિકસાવી છે. થોડા સમય પહેલાં તેણે પોતે તૈયાર કરેલું એક કાચનું પોર્ટ્રેટ સોશ્યલ મીડિયા પર મૂક્યું અને ચાર જ દિવસમાં ચાલીસ લાખ વ્યુઝ સાથે એ વાઇરલ થઈ ગયું.