Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘર તણાયું, પરિવાર વિખેરાયો પણ વફાદારી ન ડગી નેપાલના પૂર પછી ઘરના ચોકમાં માલિકની રાહ જોતો અબોલ શ્વાન

ઘર તણાયું, પરિવાર વિખેરાયો પણ વફાદારી ન ડગી નેપાલના પૂર પછી ઘરના ચોકમાં માલિકની રાહ જોતો અબોલ શ્વાન

Published : 02 September, 2026 11:55 AM | IST | Kathmandu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેપાલના ત્રિશુલી બજારમાં પૂરમાં ઘર તણાઈ ગયા બાદ એક પાલતુ શ્વાન કાટમાળ વચ્ચે પોતાના ઘરના સ્થળે જ માલિકોની રાહ જોઈને બેઠો છે. સ્થાનિકો અને પ્રાણીપ્રેમીઓ તેની વફાદારી જોઈને ભાવુક થઈ ગયા છે.

ઘર તણાયું, પરિવાર વિખેરાયો પણ વફાદારી ન ડગી નેપાલના પૂર પછી ઘરના ચોકમાં માલિકની રાહ જોતો અબોલ શ્વાન

ઘર તણાયું, પરિવાર વિખેરાયો પણ વફાદારી ન ડગી નેપાલના પૂર પછી ઘરના ચોકમાં માલિકની રાહ જોતો અબોલ શ્વાન


નેપાલના ત્રિશુલી બજારમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરમાં ૪ ઘરનાં તણાઈને નામનિશાન મટી ગયાં હતાં. આ કુદરતી આફત વચ્ચે એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. કાળા અને સફેદ રંગનો એક પાલતુ શ્વાન પૂરની માટી અને કાટમાળ વચ્ચે પોતાના ઘરનો જ્યાં ચોક હતો ત્યાં જ બેસી રહ્યો છે અને એના માલિકોની રાહ જોઈ રહ્યો છે. આસપાસ ભારે JCB મશીનો અને રેસ્ક્યુ ટીમનો અવાજ હોવા છતાં આ શ્વાન ટસથી મસ થવા તૈયાર નથી.
રાહતકર્મીઓએ એને બિસ્કિટ આપીને અને અલગ-અલગ નામથી બોલાવીને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એણે કોઈ તરફ મોં પણ ન ફેરવ્યું. તે એના ઘરના મુખ્ય દરવાજાની જે સરહદ હતી ત્યાં જઈને વારંવાર બેસી જાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ‘અમે તો ઘર ગુમાવ્યાનું દુઃખ સમજી શકીએ છીએ, પણ આ અબોલ જીવ એ નથી સમજી શકતો કે એના માલિકો ક્યાં અદૃશ્ય થઈ ગયા. એને બસ એટલી ખબર છે કે જ્યાં સુધી પરિવાર પાછો ન આવે ત્યાં સુધી આ જગ્યા છોડીને જવાનું નથી.’ 
હાલ સ્થાનિકો અને પ્રાણીપ્રેમીઓ એના માટે દૂર પાણી અને ખાવાનું મૂકી આવે છે જે રસ્તો શાંત થાય ત્યારે જ થોડુંક આરોગે છે. શ્વાનની આ અદ્ભુત વફાદારી જોઈને સ્થાનિકોની આંખો પણ ભીની થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 11:55 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK