Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લક્ઝરી કાર કંપની બુગાટીએ ૨૮ લાખ રૂપિયાની લક્ઝરી સાઇકલ લૉન્ચ કરી

લક્ઝરી કાર કંપની બુગાટીએ ૨૮ લાખ રૂપિયાની લક્ઝરી સાઇકલ લૉન્ચ કરી

Published : 23 March, 2026 12:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કાર એવા લોકો માટે છે જે લોકો સુપરકારના શોખીન છે અને લક્ઝરી વાહનોનું કલેક્શન કરવા માગે છે.

સાઇકલ

અજબ ગજબ

સાઇકલ


જેની પાસે કાર લેવાના પૈસા ન હોય તે ટૂ-વ્હીલર વસાવે અને જેની પાસે એના પણ પૈસા ન હોય તે સાઇકલ પર ફરે. જૂના જમાનામાં આવું થતું, પરંતુ હવે સાઇકલ ચલાવવાનું પણ ન પોસાય એટલી મોંઘવારી વધી ગઈ છે. એમાં લક્ઝરી કાર કંપની બુગાટીએ સાઇકલમાં પણ લક્ઝરી સેગમેન્ટની શરૂઆત કરી છે. બુગાટી ફૅક્ટર વન નામની આ લક્ઝરી સાઇકલની ‌કિંમત ૨૮ લાખ રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે આ લિમિટેડ એડિશન સાઇકલ છે જેના માત્ર ૨૫૦ યુનિટ જ બનાવવામાં આવશે. આ માત્ર સાઇકલ નહીં, કલેક્શન આઇટમ છે. સાઇકલ હોવા છતાં આટલી મોંઘી કેમ? એવો જો સવાલ થતો હોય તો એનું કારણ છે એની બનાવટ. આ સાઇકલમાં સામેથી આવતા પવનની ઇમ્પૅક્ટ ઘટાડવા માટે ઍરોડાઇનૅમિક રચના કરવામાં આવી છે અને એનું બૉડી હલકું રાખવા માટે કાર્બન ફાઇબર બૉડી છે. બુગાડીની ફ્રેચ રેસિંગ બ્લુ કાર સાથે એનો લુક મળતો આવે છે. આ કાર એવા લોકો માટે છે જે લોકો સુપરકારના શોખીન છે અને લક્ઝરી વાહનોનું કલેક્શન કરવા માગે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK